Abtak Media Google News

આગામી ૨૦૨૧માં યોજાશે ઓલિમ્પિક: કોરોનાને લઈ ઓલમ્પિક સિવાયની અન્ય રમતોને પડી માઠી અસર

કોરોના વાયરસ જે રીતે દેશમાં પોતાનો પગદંડો જમાવ્યો છે તેનાથી માત્ર ઔધોગિક એકમો, વ્યકિતગત લોકોની સાથોસાથ રમતોને પણ ઘણીખરી અસર પહોંચી છે ત્યારે ચાલુ વર્ષમાં યોજાનાર ટોકીયો ઓલિમ્પિકને કોરોના વાયરસની અસરનાં કારણે મોકુફ રાખવામાં આવ્યું છે કે જે હવે આગામી ૨૦૨૧માં ઉનાળા દરમિયાન યોજાશે. આ અંગેની માહિતી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા આપવામાં આવી હતી.

આ તકે જાપાનના શિંઝો આબેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં જે ખેલાડીઓ રમે છે તેના સ્વાસ્થ્યને ધ્યાને લઈ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસીએશન દ્વારા મળતી વિગતો મુજબ ઓલિમ્પિકની મસાલ જાપાનમાં જ રહેશે અને નામ પણ યથાવત ઓલિમ્પિક એન્ડ પેરાલેમ્પિક ગેમ્સ ટોકીયો-૨૦૨૦ રાખવામાં આવશે. હાલ કોરોનાનાં કારણે અનેકવિધ રમતોને મોકુફ રાખવામાં આવી છે જેમાં ટોકીયો ઓલિમ્પિક વર્ષ ૨૦૨૧માં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સીરીઝ કોરોનાનાં કારણે રદ સાથો સાથ આર્ચરી વિશ્ર્વકપને પણ કેન્સલ કરી નાખવામાં આવ્યો છે. મુખ્યત્વે ટેનિસને લઈ તમામ મોટી ટુર્નામેન્ટોની રદ કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને ૧ વર્ષ માટે પોસ્ટપોન કરવામાં આવી છે. મંગળવારે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ થોમક બાક વચ્ચેની બેઠક પછી રમતો મુલતવી રાખવાની સંમતિ થઈ હતી. આ રમતો હવે ૨૦૨૧ના યોજાશે. આ વર્ષે ૨૪ જુલાઈથી ૯ ઓગસ્ટની વચ્ચે ઓલિમ્પિક્સ યોજવાનું હતું. આબેના ઘરે મંગળવારે એક મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ પછી, ઓલિમ્પિકના પ્રધાન સાયકો હાશીમોટોએ કહ્યું – ટોક્યો ઓલિમ્પિક ત્યારે જ થઈ શકે જ્યારે કોરોનાવાયરસ સમાપ્ત થાય.૨૦૧૬થી અત્યાર સુધીમાં આઈઓસીએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માટે ૫.૭ અબજ ડોલરની આવક એકત્ર કરી છે. આમાં ૭૩% મીડિયા રાઇટ્સથી આવ્યા છે. બાકીના ૨૭ ટકા સ્પોન્સર તરફથી આવ્યા છે. જો રમતો રદ્દ કરવામાં આવે છે, તો આઈઓસીએ તે રકમ પરત કરવી પડશે. તેથી, રમતો મુલતવી રાખવામાં આવી છે અને રદ્દ કરવામાં આવી નથી. જાપાન ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦નું આયોજન કરે છે. સત્તાવાર આંકડા મુજબ, તેણે અત્યાર સુધીમાં તૈયારીઓ પાછળ ૧૨.૬ અબજ ડોલર ખર્ચ કર્યા છે. કુલ અંદાજિત ખર્ચ તેના કરતા બે ગણો છે, જે આશરે ૨૫ અબજ ડોલર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.