Abtak Media Google News

રૈયા ગામી જામનગર રોડ પર ઘંટેશ્ર્વર સુધી ૬૦૦ હેકટર ક્ષેત્રફળમાં હશે ખાસ ટીપી સ્કીમ: મહાપાલિકાને ૩૦૦ હેકટરી વધુ જમીન પ્રાપ્ત શે: સ્માર્ટ સિટીની પ્રપોઝલ ૩૦મીએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરાશે

ખાસ ટીપી સ્કીમમાં જમીન કપાતનું ધોરણ ૫૦ ટકા રહેશે: સ્માર્ટ સિટીમાં ટીપી સ્કીમની અમલવારીનો ઈરાદો જાહેર કરતા બંછાનિધિ પાની

કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીમાં પસંદગી પામવા માટે અગાઉ ૨ વખત મહાપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં નિષ્ફળતા મળી છે. દરમિયાન આગામી ૩૦મી માર્ચના રોજ કોર્પોરેશન દ્વારા વધુ એક વખત સ્માર્ટ સિટી અંગેની દરખાસ્ત રજૂ કરાશે. સ્માર્ટ સિટીમાં પ્રમવાર ટીપી સ્કીમની અમલવારીનો ઈરાદો આજે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કર્યો છે. જે અંતર્ગત રૈયા ગામી જામનગર રોડ પર ઘંટેશ્ર્વર સુધી ૬૦૦ હેકટર જમીનમાં ખાસ ટીપી સ્કીમ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીની પ્રપોઝલમાં રાજકોટ મહાનગરપાલિકાના ફાયનાન્સીયલ પ્લાન ખુબજ નબળો હોવાના કારણે માકર્સ કપાઈ જતા હોવાના કારણે પ્રમ બે રાઉન્ડમાં રાજકોટની પસંદગી ઈ શકી ની. સ્માર્ટ સિટીમાં ટીપી સ્કીમની અમલવારી કરવામાં આવશે અને આ માટે રૈયામાં સ્પેશ્યલ ટીપી સ્કીમ બનાવવામાં આવશે. હાલ રૈયામાં ટીપી સ્કીમ નં.૪,૨૨ અને ૨૬ પહેલેી જ બનાવી દેવામાં આવી છે. ત્યારે સ્માર્ટ સિટી માટે નવી ટીપી સ્કીમ બનાવવાની આજે ઘોષણા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રૈયા ગામી જામનગર રોડ પર ઘંટેશ્ર્વર એસઆરપી સુધી આશરે ૬૦૦ હેકટર જમીન પર સ્માર્ટ સિટી માટેની નવી ટીપી સ્કીમ બનાવવામાં આવશે. સામાન્ય રીતે ટીપી સ્કીમમાં જમીનનું ક્ષેત્રફળ ૨૫૦ ી ૩૦૦ હેકટરનું હોય છે પરંતુ ખાસ ટીપી સ્કીમમાં જમીનનું ક્ષેત્ર બમણુ રહેશે જેમાં ૨૦૦ હેકટર જમીન રાજય સરકારની છે. ખાસ ટીપી સ્કીમમાં મહાપાલિકાના આશરે ૩૦૦ હેકટર જમીન પ્રાપ્ત શે જેનું વેંચાણ કરી અવા લાંબાગાળા માટે લીઝ પર આપી આવક ઉભી કરવામાં આવશે. ટીપી સ્કીમ બનાવતી વખતે સામાન્ય રીતે જમીન કપાતનું ધોરણ ૩૦ ટકા રહે છે પરંતુ સ્માર્ટ સિટી માટે જે ખાસ ટીપી સ્કીમ બનાવવામાં આવનાર છે તેમાં જમીન કપાતનું ધોરણ ૫૦ ટકાનું રહેશે.

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી માટેની જે ખાસ ટીપી સ્કીમ બનશે તેમાં રૈયા ગામી ઘંટેશ્ર્વર એસઆરપી સુધીમાં ખાનગી માલીકોની જમીન પણ ૫૦ ટકા કપાત કરવામાં આવશે. ૬૦૦ હેકટરની ટીપી સ્કીમમાં ૨૦૦ હેકટર જમીન માત્ર રાજય સરકારની હોવાના કારણે જમીન સંપાદનમાં કોઈ અડચણ ઉભી ાય તેવી શકયતા ખુબજ નહીંવત છે. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે ૨૬૨૩ કરોડ ‚પિયા ખર્ચવામાં આવશે. આટલી રકમ મેળવવા માટે ૧૦ વર્ષ માટેની નાણાકીય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ ટીપી સ્કીમ બનાવ્યા બાદ મહાપાલિકાને જે ૩૦૦ હેકટર જમીન પ્રાપ્ત શે તેમાંી આવક ઉભી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા જે ટીપી સ્કીમો બનાવવામાં આવી છે તેમાંી દોઢ ડઝન જેટલી ટીપી સ્કીમ હાલ રાજય સરકારની મંજૂરીની વાટ જોઈ રહી છે. ત્યારે સ્માર્ટ સિટી માટે ૬૦૦ હેકટર જમીનમાં ખાસ ટીપી સ્કીમ બનાવવાની જાહેરાત આજે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરી દેવામાં આવી છે. પરંતુ આ ટીપી સ્કીમને રાજય સરકાર તત્કાલ મંજૂરી આપશે કે કેમ તેના પર પણ શંકા સેવાઈ રહી છે.

સ્માર્ટ સિટી માટેની ખાસ ટીપી સ્કીમની કામગીરી કોર્પોરેશનની ટીપી બ્રાન્ચ દ્વારા જ કરવામાં આવશે. આગામી ૩૦મી માર્ચના રોજ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સ્માર્ટ સિટીની પ્રપોઝલ રજૂ કરી દેવામાં આવશે. પ્રપોઝલ પૂર્વે મ્યુનિ.કમિશનર દ્વારા મોક સ્કોરીંગની કામગીરી હા પર લેવામાં આવી હતી. જેમાં મહાપાલિકાને ૭૦ જેટલા માર્કસ પ્રાપ્ત ાય તેવી શકયતા છે. સામાન્ય રીતે ૫૦ી વધુ માર્કસ મળે તો તે શહેરની પસંદગી સ્માર્ટ સિટી તરીકે ઈ જતી હોય છે ત્યારે ત્રીજા રાઉન્ડમાં રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે ઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. કોઈ શહેર દ્વારા માત્રને માત્ર સ્માર્ટ સિટી માટે અલાયદી ટીપી સ્કીમ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હોય તેવું રાજકોટ દેશનું પ્રમ શહેર હશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.