Abtak Media Google News

ગુજરાત ગુરુ બ્રહ્મણ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ઘટક આયોજિત ચોથા સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીએ આપી હાજરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સુરેન્દ્રનગર ની મુલાકાતે આવ્યા છે તેવા સંજોગોમાં 63 દિવસ માં ત્રીજી વખત મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સુરેન્દ્રનગર ની મુલાકાતે પધાર્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આનંદભુવન ખાતે યોજાવા જઇ રહેલા સમૂહ લગ્નમાં ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી છે તેને ઉલ્લેખનીય છે કે ગુરુ બ્રાહ્મણ સમાજના ચોથા લગ્નમાં ભુપેન્દ્રભાઈ પટેલે પોતાની હાજરી આપી છે અમૂલ્ય સમય ફાળવી અને સુરેન્દ્રનગર ખાતે વહેલી સવારથી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા છે અને ખાસ હાજરી આપી છે.

1653114060005

તેવા સંજોગોમાં હોળી ના તહેવાર બાદ 63 દિવસમાં ત્રીજી વખત સુરેન્દ્રનગર ની મુલાકાતે આવ્યા છે ત્યારે બીજી તરફ નવદંપતીઓને આનંદ ભવન ખાતે યોજવામાં આવેલા સમૂહ લગ્નમાં આશીર્વાદ પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે આ ઉપરાંત 130 કરોડ ફ્રી વેક્સિનેશન અંગે ભારત સરકારનાં વખાણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ કર્યા છે બીજી તરફ કોરોના ની વૈશ્વિક મહામારી સામે ગુજરાત સતત પર રહ્યું છે અને કોઈપણ પ્રકારે લોકોને હાલાકી ન પડે તેવા પ્રયાસો સરકાર દ્વારા સતત હાથ ધરવામાં આવ્યા છે તેવું પણ પ્રવચન દરમિયાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્યારે બીજી તરફ ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે તેઓ પણ પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રીએ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે કોરોના ની વૈશ્વિક મહામારી માં ગુજરાત ભારત ભરમાં ખભે ખભા મિલાવી અને અડીખમ ઉભું છે ગુજરાતના વ્યાપાર ધંધા શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક મહામારી બાદ હરણફાળ ભરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ મામલે મહત્વપૂર્ણ નિવેદન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપ્યુ છે હર હંમેશ ગુજરાતને આગળ લાવવાનો પ્રયાસ સરકાર દ્વારા સતત કરવામાં આવ્યો છે અને કરવામાં આવતો રહેશે.

ત્યારે ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં નવદંપતીઓને આશીર્વાદ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આપ્યા છે.આ ઉપરાંત કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં અને મંત્રીઓ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે અને ભવ્ય પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

શિક્ષણ રોજીરોટીનો પ્રયાસ કરતા લોકો વચ્ચે હંમેશાં આવીને હું ઊભો રહીશ : મુખ્યમંત્રી

1653114059958

પ્રવચન દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તેવા સંજોગોમાં 63 દિવસમાં ત્રીજી વખત મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે આ મામલે પણ મુખ્યમંત્રીએ ખુલાસો કરતા કહ્યું છે કે શિક્ષણ હોય સમાજ હોય આવક અને રોજીરોટીનો પ્રયાસ કરતા લોકો પરિવાર વચ્ચે હંમેશાં આવીને ઊભો રહી અને સરકાર તથા આવા ગુજરાતના વિકાસમાં ફાળો આપનાર સમાજ અને લોકોની વચ્ચે રહ્યો છે તેવા સંજોગોમાં ગમે ત્યારે મને શિક્ષણ સમાજ અને આવક અને રોજીરોટી આપતા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં તો હંમેશા આવા પરિવારો વચ્ચે અને આવા સમાજ વચ્ચે ઉપસ્થિત રહી તેવુ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.