- રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી
- અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા 20 જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
રાજ્યભરમાં હાલ ગરમી અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આ સાથે સાથે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં 20 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. તેમજ 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી
જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં નોંધાયું કેટલું તાપમાન
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી, ડીસામાં 38.3 ડિગ્રી, વડોદરામાં 37.2 ડિગ્રી, ભુજમાં 37.9 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થયા વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં
કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.
આગામી 7 દિવસ માટે હવામાન કેવુ રહેશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) ના રિપોર્ટ મુજબ, આગામી 7 દિવસમાં, દેશભરના લગભગ 30 રાજ્યોમાં વાવાઝોડા આવશે, કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન 6 રાજ્યના કેટલાક ભાગોમાં લૂ ફેકાવાની શક્યતા છે.