Abtak Media Google News

સાગર સંઘાણી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂ ઝડપાતા હોય છે જામનગર શહેરમાં પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ દારૂ અંગે દરોડા પાડ્યા છે અને ૯૩ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી- મોબાઈલ ફોન- કાર-સ્કૂટર સહિત રૂપિયા પોણા ત્રણ લાખની માલ મત્તા સાથે ત્રણ દારૂના ધંધાર્થીઓને ઝડપી લીધા છે.

જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટુકડીએ ગઈકાલે જુદા જુદા ત્રણ સ્થળે દારૂ અંગે દરોડા પાડ્યા હતા, જેમાં પ્રથમ દરોડો ગુલાબ નગર વિસ્તારમાં પાડ્યો હતો. જ્યાં રાજમોતી સોસાયટીમાં રહેતા જીતુદાન રાયદેભાઈ ગઢવી નામના શખ્સને પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી ૭૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને એક કાર સહિત રૂપિયા ૨.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર ધ્રાંગધ્રા પંથકના પદુભા નામના શખ્સને ફરારી જાહેર કરાયો છે.

આ ઉપરાંત દારૂ અંગેનો બીજો દરોડો શરૂ સેક્શન રોડ પર પાડ્યો હતો. જ્યાંથી હરદેવસિંહ ઉર્ફે દાબેલી ખુમાનસિંહ જાડેજા ને ૧૧ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને એક સ્કૂટર સાથે ઝડપી લીધો છે.

જ્યારે દારૂ અંગેનો ત્રીજો દરોડો ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપ માં પાડ્યો હતો. જ્યાં રહેતા અજય કેશુભાઈ હડિયલ નામના શખ્સ ના રહેણાંક મકાનમાંથી ૧૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને સ્કૂટર કબજે કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.