- 324 બોટલ શરાબ બેકાર અને બસ મળી રૂપિયા 13.81 લાખનો મુદ્દામાલ કબજે
- દારૂની ડિલેવરી લેવા આવેલા રાજકોટના ત્રણ અને બસના ક્લીનરની ધરપકડ: ચાલક ફરાર
બુટલેગરો પોલીસથી બચવા અલગ અલગ કીમીયા અજમાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે. પરંતુ પોલીસની બાજ નજર અને બીછાવેલી જાળમાં માછલીની જેમ બુટલેગરો છટકી શકતા નથી. ત્યારે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા પડધરી નજીક બાટી ગામના પાટીયા નજીક ખાનગી બસમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્થાનિક પોલીસ ત્રાટકી હતી. જેમાં બસમાંથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટના ત્રણ શખ્સ અને બસનો ક્લીનર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે 324 બોટલ દારૂ બે કાર અને બસ મળી રૂપિયા 13.81 લાખનો મુદ્દામાંલ કબજે કર્યો છે.
દરોડા દરમિયાન નાસી છૂટેલા બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસપી હિમકરસિંહ એ આપેલી સૂચનાને પડધરી પોલીસ મથકના પીઆઇ એસ એન પરમાર સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે પડધરી નજીક બાકી ગામના પાટીયા નજીક એમપી 44 ઝેડઇ 777 નંબરની ખાનગી બસમાંથી વિદેશી દારૂ નુ કટીંગ થતું હોવાની મળેલી બાતમી ના આધારે કોન્સ્ટેબલ વસંતભાઈ અને અશોકભાઈ ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસે રૂપિયા 66,600 ની કિંમતને 324 બોટલ વિદેશી દારૂના જથ્થ સાથે બસનો ક્લીનર રાજસ્થાનનો શ્રવણ ભગા મોઇડા રબારી, આંબેડકર નગર શેરી નંબર ત્રણ માં રહેતો પ્રકાશ સુરેશ રાઠોડ, હિતેશ કિશોર પરમાર અને રોહિત કેશવ રાઠોડ ની ધરપકડ કરી હતી. પોલીસે શરાબ ,બે કાર અને બસ મળી 13.81 લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટ ત્રણેય શખ્સ વિદેશી દારૂની ડીલીવરી લેવા આવ્યા હતા. દરોડા દરમિયાન બસના ચાલક નાશી છૂટતા એ.એસ.આઇ.બી.એમ જાડેજાએ શોધ ખોળ હાથધરી છે.