Abtak Media Google News

સરહદને અડીને આવેલા ચીન સહિતના પાડોશી દેશોની કંપનીઓ માટે ખાસ વ્યૂહરચના ઘડી કઢાઈ: સરકારી કોન્ટ્રાકટ સહિતના મામલે ધારા-ધોરણો સખત બનાવાયા

કોરોના મહામારી વચ્ચે સરહદે ચીન સાથે થયેલી અથડામણ બાદ દેશમાં વિદેશી મુડી રોકાણકારો અને કંપનીઓને નિયંત્રીત કરવા માટે તબક્કાવાર પ્રયાસો થયા હતા. અત્યાર સુધી એવું બનતું હતું કે, જે તે કંપની ભારતમાં ઉદ્યોગ કરવા આવે તેને મુક્તપણે આઝાદી અપાતી હતી. સરકારી કોન્ટ્રાકટમાં પણ તેઓ ભાગ લઈ શકતા હતા પરંતુ હવે સમય બદલાયો છે. ખાસ કરીને ચીન જેવા દેશોની કંપનીઓ ઉપર સરકારની બાજ નજર છે. જેના પરિણામે હવે સરકારે માત્ર વેપારને લગતા વિભાગ જ નહીં પરંતુ ગૃહ વિભાગની મંજૂરી પણ લેવાની જરૂ ર હોવાનો દાવ ખેલ્યો છે. જેના અનુસંધાને મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના ઉત્પાદનો કરતી વિદેશી કંપનીઓને હવે ગૃહ વિભાગ અને વેપારને લગતા વિભાગની મંજૂરી પણ લેવી પડશે.

તાજેતરમાં નાણાપ્રધાને સુરક્ષાને લઈને મહત્વના નિર્ણય લીધા હતા. જે મુજબ દેશની સરહદેને અડતા પાડોશીઓ માટે ખાસ નીતિ નિયમો ઘડાયા હતા. નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ જેવા દેશો માટે આ નીતિ નિયમો કડક નથી પરંતુ ચીન અને પાકિસ્તાનથી આવતા મુડી રોકાણ ધરાવતી કંપનીઓને આ નિયમો ભારે પડી શકે છે. કોરોના મહામારી બાદ આત્મનિર્ભર બનવા માટે આવા નિયમો જરૂ રી હતી. નવા નિયમોના કારણે જીયોમી અને ઓપો જેવી કંપનીઓને રજિસ્ટ્રેશન સહિતની બાબતોમાં ફરીથી ક્લીયરન્સ લેવી પડશે. આ કલીયરન્સ હવે હોમ મીનીસ્ટર એટલે કે ગૃહ મંત્રાલય દ્વારા અપાશે. એકંદરે લોકોના ડેટા ચોરી અટકશે તેવું માનવું છે.

દેશમાં મોબાઇલ, કોમ્પ્યુટર સૃહિત આઇટમના ચીની ઉત્પાદકોએ કેન્દ્રની સુરક્ષા તકેદારીઓમાંથી પસાર થવું પડશે આમા ડ્રગ્સ અને અન્ય ઉત્પાદકોને પણ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

અત્રે એ યાદ આપીએ કે દેશની સરહદથી જોડાયેલા દેશોએ સરકારી કામના કોન્ટ્રાકટ મેળવવા માટે સક્ષમ ઓથોરીટી પાસેથી મંજુરી મેળવવાની રહેશે તેવી નાણા મંત્રાલયે ગુરુવારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે આવી પ્રક્રિયામાં નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશને બાકાત રાખવામાં આવ્યા છે. આથી મુળ ચીનના પણ પાકિસ્તાન સ્થિત કંપનીઓ જેવી કે ઓપો વિવો જેવી કંપનીઓમાં પણ ભારતમાં સક્ષમ ઓથોરીટી ઓર્થોરાઇટ, ગૃહ મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલયના નિયમોનું પાલન કરવું પડશે. આવી મંંજુરી હશે તો જ તે ઓનલાઇન સરકારી ઇ-માર્કેટ પ્લેસ પર વેચાણ કરી શકશે. સરકારના આ નિર્ણય સાથે ટેલીકોમ સાધનો પૂરા પાડનાર હુવઇ, ઝેડઆઇ અને ડોંગફેગ અને ચાઇના લાઇટ વગેરેનું ભવિષ્ય પણ ધુંધળુ થઇ ગયું છે.

  • અત્યાર સુધી દરવાજા ખુલ્લા હતા, હવે બારીમાંથી પણ ગરકવું મુશ્કેલ

દેશમાં અત્યાર સુધી અનેક કંપનીઓ દ્વારા સરકારે આપેલું સ્વતંત્ર્તાનો લાભ ઉઠાવાતો હતો. કંપનીઓ બેરોકટોક વેપાર કરી શકતી હતી જેનાથી સ્થાનિક ઉદ્યોગને માર પડતો હતો પરંતુ હવે સરકારનું વલણ કડક ર્હયું છે. ખાસ કરીને ચીનથી આવતી કંપનીઓને લગામમાં રાખવાની તૈયારી થઈ છે. જેના કારણે હવે જે વસ્તુઓ સરળતાથી મંજૂરી મળતી હતી. તેને ગૃહ મંત્રાલયમાંથી મંજૂર કરાવવી પડશે. હવે મંજૂરી લેવી પહેલા જેટલી સરળ રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.