Abtak Media Google News

જૈન ધર્મનો મુખ્ય ગુણ ક્ષમા છે. તે દરેક વ્યક્તિના જીવનમાં એક ઔષધિ સમાન છે. પર્યુષણ પર્વ બાદ દરેક જૈન કોઈ ભેદભાવ વગર પોતાના રીતિ રિવાજ અનુસાર એક બીજાને “મિચ્છામી દુક્કડમ” દ્વારા પોતાથી થયેલ ભૂલની માફી માંગવામાં આવે છે.

ક્ષમા એ એક એવો વિષય છે જે દરેક વ્યક્તિ અને જીવ સાથે  સંબંધિત છે. આપણે બધાને ક્ષમાની જરૂર છે, અને આપણે બધાએ એક બીજાને માફ કરી દેવાની જરૂર છે. ક્ષમા એક વ્યક્તિ માટે બીજા વ્યક્તિની એક વેદના છે  અને તેના  દિલ સુધી પહોચી શકાય તેનો એક માર્ગ છે. જીવનમાં જ્યારે ક્ષમા માંગવામાં  આવે છે તો તે જીવનને એક મુક્તિનાં માર્ગ તરફ તે લઈ જાય છે.  દરેકના  જીવનમાં અનેક રીતે તેના થકી , જાણતા-અજાણતા બીજા જીવને  હાનિ પહોચતી  હોય છે. તો તે જીવ  ક્ષમાં થકી મનુષ્ય પોતાનો ભાવ વ્યક્ત કરે છે અને  તેની દિલથી માફી માંગતા હોય છે.

ક્ષમા એટલે  પ્રાયશ્ચિત સાથે સંકળાયેલી ભાવના, જેના થકી જીવનની ભૂલો દૂર કરી શકાય  છે અને એક પ્રયાસ જેથી એક વ્યક્તિ ફરી બીજા સાથે જોડાય શકે છે. ઘણી વાર લોકો પોતાની જાત તેમજ બીજાને માફ ના કરી શકતા હોય ,કારણ તે ભૂલને ભૂલી શકતા નથી  જ્યારે  ભાવના નીકળી જાય તો તે મગજ પર ભૂલનો  ભાર દૂર કરી દે છે. જ્યારે  ક્ષમાની વાત આવે તો તેને એવું પણ કહી શકાય કે તે મન, વાણી અને હૃદયની  કોઈને શુદ્ધિ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ માફ કરી દે છે ત્યારે , તે અહમને દૂર કરી રહ્યું છે અને તેના બદલે તે પ્રેમ, વિશ્વાસ અને સ્નેહના માર્ગને અનુસરે છે. ક્ષમાં એ મનુષ્ય નો કર્તવ્ય છે જીવનમાં કાયા વચન મોહ દ્વારા મનુષ્ય એક બીજા જીવનને દુખ પહોચડતા હોય છે. તો દરેક મનુષ્ય એ પોતાની કરેલ ભૂલને ક્ષમાંથી દૂર કરી પાપોને દૂર કરી અંતર મનને  અજવાળી શકાય છે. ક્ષમા તે જીવનના પાપ દૂર કરે છે સાથે જ તે મનુષ્યના અંતરમનને પણ જાગૃત કરે છે  અને પોતાથી થયેલ ભૂલને અપનાવી તેને બીજા સામે  ક્ષમા ભાવનાથી વ્યક્ત કરી માફી માંગે છે. ક્ષમા તે જીવનમાં વ્યક્તિની ભૂલ સ્વીકારવાની એક તક આપે છે અને જીવનમાં પરિવર્તનની એક પરિભાષા બાંધે સાથે અપાવે છે. આથી ક્ષમાએ જીવનમાં દરેક જીવએની  નિ:સંકોચ આપતાઅને માંગતા રહેવી જોઈયે કારણ તેનાથી તેના મનમાં ઉજાસ કરુણા અને મૈત્રીભાવની જાગૃતિ સદાય વસ્યા કરે છે. “મિચ્છામી દુક્કડમ”.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.