Abtak Media Google News

બાય બબલમાં ઘણા ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝી સપોર્ટ સ્ટાફને કોરોના સંક્રમિત થયા બાદ બીસીસીઆઈએ IPL 2021ને સ્થગિત રાખ્યું હતું. હવે બીસીસીઆઈ ટૂર્નામેન્ટની બાકીની મેચ માટે ચિંતીત છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન બ્રાડ હોજે IPLના જૂના બાકી પૈસાનો મુદ્દો ઉઠાવ્યો છે. બ્રાડ હોજે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ને IPL 2021ની સિઝનમાં કોચ્ચિ ટસ્કર્સ કેરળ માટે તેમની સેવાનો બાકી ચૂકવણું કરવા કહ્યું છે. હોજે ટ્વિટર પર લખ્યું છે કે ખેલાડીઓની 35% બાકી છે. આ પૈસા 10 વર્ષ પહેલાં કોચ્ચિ માટે રમતી વખતે મળવાના હતા.

બીસીસીઆઈને ટેગ કરીને પૂછ્યું

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન બ્રાડ હોજે બીસીસીઆઈને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે, શું બીસીસીઆઈ નિષ્કાસિત કોચ્ચિ ટસ્કર્સ કેરળથી ઈન્ડિયન પ્રીમિયર લીગના 2010ની શ્રેણીમાં પ્રતિનિધિત્વ માટે તેની બાકીને રકમ શોધી શકશે.તેમણે લખ્યું છે કે, શું આ રકમ મળવાની કોઈ આશા છે કે નહીં. બ્રાડ હોજ કોચ્ચિ ટસ્કર્સ માટે આઈપીએલ રમ્યો હતો. આમાં તેણે 14 મેચોમાં 35.63 ની એવરેજથી 285 રન બનાવ્યા હતા. કોચ્ચિ ટસ્કર્સે 2010માં હરાજીમાં હોજને 4,25,000 ડોલરમાં ખરીદ્યો હતી.

એક સીઝન બાદ જ ટીમને સસ્પેન્ડ કરવામાં આવી હતી

બીસીસીઆઈએ ફક્ત એક જ સિઝન પછી કોચ્ચિ ટસ્કર્સને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કારણોસર, કોચ્ચિ આઈપીએલની 2012ની સીઝનમાં ભાગ લઈ શકી નહતી. કોચ્ચિને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમના માલિકો ફ્રેન્ચાઇઝ ફીના 10 ટકાની બેંક ગેરંટી ચૂકવી શક્યા નહતા. કહેવાય છે કે કોચ્ચિને 1550 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. માલિકે બેંક ગેરંટી તરીકે દર વર્ષે 156 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા, પરંતુ તે ચૂકવી શક્યો નહતા.

હોજે ભારતીય મહિલા ટીમના સમાચાર પર પ્રતિક્રિયા આપી

ભારતીય મહિલા ટીમના સમાચારો પર હોજે પ્રતિક્રિયા આપી હતી. બ્રાડ હોજ એક અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલા ટીમને બીસીસીઆઈ તરફથી 5,50,000 ડોલરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ઇનામની રકમ મળી નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા હોજે પોતાની વાત પણ રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.