કફર્યુમાં ગેરકાયદે હથિયાર સાથે ભાજપના માજી કોર્પોરેટર સંજય ઘવા ઝડપાયા

એરપોર્ટ રોડ ઉપર ફાટક પાસેથી કફર્યુ બઁદોબસ્તમાં રહેલી પોલીસે કારમાં પસાર થઇ રહેલા માજી કોર્પોરેટરને અટકાવી તલાસી લેતા કારમાંથી પીસ્ટલ તથા કાર્ટિસ મળી આવતા ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

રાત્રીના કફર્યુ બંદોબસ્તમાં રહેલા પ્ર.નગર પોલીસ સ્ટેશનના પી.આઇ. ચાવડા, પીએસઆઇ પટેલ સહીતના સ્ટાફે એરપોર્ટ ફાટક પાસે થી પસાર થઇ રહેલી જીજે ૦૩  કેએચ ૫૦૬૨ નંબરની વોકસ વેગલ પોલો કારને અટકાવી તલાસી લેતા ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા પાંચ કાર્ટિઝ સાથે નાના મૌવા રોડ પર રહેતા માજી કોર્પોરેટર સંજય બાવાજીભાઇ ઘવા ને પીસ્ટલ , કાર્ટીસ તથા કાર મળી રૂ. ૨,૨૦ ,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં આ હથીયાર એમ.પી.ના શખ્સ પાસેથી લીધાની કબુલાત આપી છે. પોલીસે વધુ તપાસ માટે રીમાન્ડ માટે અદાલતમાં રજુ કર્યા છે.

સાયલાના ગોસળ ગામે બંદુક સાથે શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામે રહેતા સુરેશ કારુભાઇ ખાચર નામના શખ્સ પાસે બંદુક હોવાની એલ.સી.બી.ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી સુરેશ ખાચરના વાડીમાં દરોડો પાડી રૂ. ૧૦૦૦ ની કિંમતની સીંગલ બેરલની મજરલોડ બંદુક સાથે સુરેશ ખાચરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શનાળા પાસેથી ગુજરાત એટીએસની ટીમે બે હથિયાર સાથે એક શખ્સને પકડી પાડ્યો

ટંકારાના સજનપર ગામથી શનાળા જવાના માર્ગ પરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ જેની કીમત રૂપિયા ૪૦ હજાર સાથે ઝડપી અને જે અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધી જે શખ્સ પાસેથી હથિયાર લીધા છે તેની સામે ગુનો નોંધી  તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.ેબનાવની મળતી વિગત પ્રમાણે ટંકારાના સજનપર ગામથી શનાળા તરફ આવાના રસ્તા ઉપર ધારવાળા હનુમાનજીના મંદિર સામેથી પસાર થતો એક શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ મળી આવી હતી આ શખ્સ ઘનશ્યામસિંહ ઉર્ફે જીવી વિજયસિંહ જાડેજા (ઉ.વ.૩૭) ની ધરપકડ કરવામાં આવી હતી અને એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો આ હથીયારો તેણે એમ.પી. ના અલીરાજપુર ખાતે રહેતા જગુ સરદાર પાસેથી લીધા હોવાની કબૂલાત આપતા છે એટલ જગું સરદારને ને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો હથીયાર સાથે ઝડપાયેલ શખ્સ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં છાશવારે ગેરકાયદે હથિયારો મળી આવવાના બનાવો સામે આવે છે જેની વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એસપી દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહીના આદેશો છુટયા છે.