Abtak Media Google News

અબતક, ભરત ગોંડલીયા

અમરેલી

સુરત સ્થિત જાણીતા ઉધોગપતિ અને આપ નેતા મહેશ સવાણી ની ઉપસ્થિતિમાં આપમાં પ્રવેશનારા ભાજપના  અમરેલી જીલ્લાના પૂર્વ પ્રમુખ, અમરેલી જીલ્લા પંચાયત ના પ્રમુખ, અમરેલી જીલ્લા સંઘ ના પ્રમુખ તરીકે ના મહત્વપૂર્ણ હોદ્દા ઓ પર રહી ચુકેલા દિગ્ગજ ભાજપી નેતા શરદ લાખાણી એ ભાજપ પર આક્ષેપો કર્યા છે જેથી તેમણે અમરેલી જીલ્લાની જનતાને સહકાર આપવા અપીલ કરી નિવેદન આપ્યું હતું.  તેના કારણે અમરેલી જિલ્લાના રાજકારણ માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપના કાર્યકર્તાથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકેની રાજકીય સફર પૂર્ણ કર્યા બાદ આજે ભાજપ અને ભાજપ સરકારની કાર્યશૈલીથી નારાજ થઈને દિલ્હીમાં સુશાસન ચલાવનાર “આમ આદમી પાર્ટી” માં જઈ રહ્યો છું.

ભાજપ છોડવાનું કારણ માત્ર એટલું જ છે કે, જે હેતુથી ભાજપની સ્થાપના થઇ હતી તેવા એક પણ હેતુ આજે સાર્થક થતો હોય તેવું લાગતું નથી. ભાજપની વિચારધારા માં ગરીબો, મધ્યમ વર્ગીય પરિવારો, ખેડૂતો, બેરોજગાર યુવાનો, મોંઘવારી, સ્વદેશી જેવા મુદ્દાઓ હતા. જે છેલ્લા ઘણા વર્ષોથી ગાયબ થઇ ગયા છે. ભાજપ આજે માત્ર મૂડીવાદીઓ, ઉદ્યોગપતિઓ અને ચાપલૂસીઓ કરવા વાળા નો પક્ષ બની ગયો છે.

ભાજપમાં આજે પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે. ભાજપમાં અન્ય વિચારધારાવાળા પક્ષોના આગેવાનોને મહત્વ મળી રહ્યું છે. જે રાતોરાત મંત્રીપદ સાંસદ કે ધારાસભ્ય પણ બનાવી દેવામાં આવી રહ્યા છે.ભાજપ સરકારના રાજ માં દેશમાં મોંઘવારી, ગરીબી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે તો ખેડૂતોની એક પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. દિલ્હીની ચારે દિશામાં ૯ મહિનાથી ખેડૂતો ત્રણ કાળા કાયદાઓને દૂર કરી એમએસપી ની માંગ કરી રહ્યા છે, છતાં પણ સરકાર ખેડૂતોની વાત માનતી નથી. ઊલટાનું ખેડૂતોને બદનામ કરવાનો પ્રયાસ અને કારસ્તાન થઈ રહ્યો છે.

ભાજપ સરકારના નોટબંધી, જીએસટી અને આડેધડ લાદેલા લોકડાઉંથી દેશવાસીઓ પરેશાન થઈ ચૂક્યા છે. આ દેશના લોકશાહી શાસન અવસ્થામાં દેશવાસીઓને સરકારનો વિરોધ કરવાની પણ મંજૂરી મળતી નથી. સરકાર વિરોધી વ્યક્તિઓને દેશ વિરોધી ચીતરી દેવાનું નવું કાર્ય શરૂ થઇ ગયું છે.

ભાજપ સરકારના રાજમાં ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભાજપ અને ભાજપ સરકારનું સુકાન મુઠ્ઠીભર આગેવાનો જેવાકે ઉદ્યોગપતિઓ અને મૂડીવાદીઓ ના હાથમાં હોય. દેશ અને દેશવાસીઓની નું ભવિષ્ય ખતરામાં મુકાયું છે. ભાજપ સરકારના છેલ્લા પાંચ વર્ષના આ નિર્ણયથી દેશ દરેક ક્ષેત્રે પાછળ ધકેલાઈ રહ્યો છે. દેશની વિદેશ નીતિ, સરક્ષણ નીતિ, શિક્ષણ નીતિ, આરોગ્ય નીતિ અને આર્થિક નીતિને યોગ્ય રીતે ફળીભૂત કરવામાં ભાજપ સરેઆમ નિષ્ફળ સાબિત થઇ ગઇ છે.હું મારી વ્યક્તિગત વાત કરું તો પક્ષે મને બહુ બધું આપ્યું છે મારે આજ સુધી પણ શીર્ષ નેતૃત્વ સાથે સંબંધો સારા છે. હું એમને મળ્યો હોત તો મને કોઈ પણ પદ મળી જાય પરંતુ જે પક્ષ જનતાના સુખાકારીના પાટાથી ઉતરી ગયો છે અને આ તાનાશાહો ના અવાજને બદલે જનતાના અવાજ બનવાનું નક્કી કર્યું છે. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યો છું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.