સૌરાષ્ટ્ર પેટ્રોલ-ડીઝલ એસો.ના પૂર્વ પ્રમુખ શિવલાલ ભંડેરીના લઘુબંધુને અંજલિ અર્પતા મુખ્યમંત્રી

vijaybhai rupani
vijaybhai rupani

પ્રાર્થનાસભામાં હાજરી આપી વિજયભાઈ રૂપાણીએ પૂષ્પાંજલિ અર્પી

અમરેલી વિસ્તારના અગ્રણી તથા સૌરાષ્ટ્ર પેટ્રોલ-ડીઝલ એસોસિયેશનના ભૂતપુર્વ પ્રમુખ શિવલાલભાઈ ભંડેરીના લઘુબંધુ સ્વ.ગુલાબભાઈ કાનજીભાઈ ભંડેરીનું ગત બુધવારે દુ:ખદ અવસાન થયું હતું. સદ્ગતને અંજલિરૂપે રાજકોટમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, રાજકોટ પીપલ્સ કો-ઓપ. બેંકના ચેરમેન શામજીભાઈ ખુંટ, માજી સાંસદ શિવલાલ વેકરિયા, માજી કેન્દ્રીય મંત્રી અને ગૌ સેવા બોર્ડના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા, ભાજપ અગ્રણી લાલજીભાઈ સાવલીયા, બાબુભાઈ નસીત, પૂજય ધ્યાની સ્વામી મંડળના પ્રમુખ મુકેશભાઈ પાટડીયા સહિત હરીભકતો વગેરે અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠીત નાગરિકોએ ઉપસ્થિત રહી ભંડેરી પરિવાર પ્રત્યે દિલસોજી વ્યકત કરી હતી. ગુલાબભાઈ તેઓના સરળ, મિલનસાર અને પરગજુ સ્વભાવ તથા આધ્યાત્મિક વૃતિ અને સેવાકિય પ્રવૃતિ વડે સર્વપ્રિય બન્યા હતા. આ ક્ષણે તેઓની ખોટ પરિવાર અને સમાજને હંમેશા સાલશે તેવી લાગણી મુખ્યમંત્રી તથા ઉપસ્થિત અગ્રણીઓ, પરિવારજનો અને મિત્રોએ વ્યકત કરી હતી અને તેઓના દિવ્ય આત્માને શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરી હતી.