- કાલે ટુરિઝમ ચિંતન શિબિરમાં ઓર્ગેનિક, પ્રાકૃતિક અને ગૌ આધારીત ખેતી પર અપાશે માર્ગદર્શન: સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશ-વિદેશમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો જમાવશે અનોખું આકર્ષણ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા એસવીયુએમ 2025નો આજથી એન એસ આઇ સી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો આ વેપાર મેળો આજે અગ્રણીઓની હાજરીમાં આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલો મુકાયો હતો ઉલેખનીય છે કે વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત 11મી વાર આ વેપાર મેળો યોજાઈ રહ્યો છે જે આજથી ત્રણ દિવસ એટલે કે 13 માર્ચ સુધી ચાલશે. સતત 11મી વખત થનાર આ આયોજનમાં 20થી વધુ દેશના 100 સૌથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે તેમજ 25 હજારથી વધુ સ્થાનિક લોકો મુલાકાત લેશે. આ વેપારી મેળાએ સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે.
રાજકોટના આજી વસાહત અમૂલ સર્કલ પાસે આવેલા એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો આ આજે સવારે આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો સવારે 10થી 6 કલાક સુધી ચાલુ રહેનાર આ વેપાર મેળામાં દરેક લોકો માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. આ મેળામાં 90થી વધુ કંપની ભાગ લઇ રહી છે. સૌથી મહત્ત્વનું સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં નાનામાં નાના ઉત્પાદક કે વેપારીઓ સરકારની સબસિડીના માધ્યમથી દેશ વિદેશનો વેપાર વિકસાવી શકશે.
સિલોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિલ્ડરર્સ શ્રીલંકા નું 14 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ભાગ લેશે દર વર્ષની માફક આ વર્ષે પણ લગભગ 150 જેટલા વિદેશી બિઝનેસમેન અને વુમન ભાગ લેશે જેમાં મુખ્યત્વે એગ્રીકચર ઇક્વિપમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ્સ, સબમર્સીબલ પમ્પ્સ, અને ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટ્સ, બિલ્ડીંગ મટીરીઅલ અને મશીનરી, કેમિકેલ, ક્ધફેશનરી, કોસ્મેટિક, કોસ્મેટિક અને બ્યુટીકેર, એન્જિનિયરિંગ એસેસરીઝ, ફૂટવેર, ફર્નિચર , હર્બલ પ્રોડક્ટ્સ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ, હાઉસહોલ્ડ આઇટમ્સ, ઇરીગેશન અને વોટર સિસ્ટમ, જ્વેલરી અને લાઈફ સ્ટાઇલ, કીટચનવેર, કિચન ઇક્વિપમેન્ટ્સ અને વાસણો, મેડિકલ ટુરિઝમ , માઇનિંગ અને ડ્રિલિંગ, પેકેજીંગ , પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર, પર્ફ્યુમ્સ, ફાર્મા અને હેલ્થકેર, પ્લમ્બિંગ, રિન્યુએબલ એનર્જી, સ્પાઈસીસ, સ્ટેશનરી, સર્જીકલ ઇક્વિપમેન્ટ્સ એન્ડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ , સોલાર અને પાવર, ફિશિંગ, હેન્ડિક્રાફ્ટ્સ, ફેશન બુટીક્સ વગેરે પ્રોડક્ટ્સ ની ખરીદી માટે આવી રહ્યા છે,સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક મીની વેપાર કુંભ મેળો કહી શકાય કારણ કે તેમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એટલે કે વેપારનો ત્રિવેણી સંગમ થાય છે જેમાં નાના માં નાના ઉત્પાદક કે વેપારી, સરકારી સબસીડી ના માધ્યમથી ઓછામાં ઓછા ખર્ચે દેશ વિદેશનો વેપાર વિકસાવી શકે છે.આ વેપાર મેળામાં ગુજરાત સરકાર ના ઉદ્યોગ વિભાગ – ઈન્ડેક્સટબી, ટુરિઝમ વિભાગ, માઇનિંગ કોર્પોરેશન, ગુજરાત એનર્જી ડેવેલપમેન્ટ એજન્સી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ – આઈહબ – સ્ટાર્ટઅપ્સ , ઉદ્યોગ કમિશ્નર સ્ટાર્ટઅપ સેલ નો સહયોગ મળેલ છે. સીરામીક, સેનેટરીવેર, હાર્ડવેર, બાથ ફિટેટિંગ, ક્ધસ્ટ્રક્શન મશીનરી, લિફ્ટ, પ્લમ્બિંગ સહિતની ક્ધસ્ટ્રક્શન ને લગતી તમામ પ્રોડક્ટ્સ માં રસ ધરાવે છે જે સૌરાષ્ટ્ર માટે એક મોટી વ્યાપારી તક લઈને આવ્યું છે
આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાના ડેલિગેટ્સ જોડાશે. જેઓ એગ્રિકલ્ચર ઇક્વિપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટસ, બિલ્ડિંગ મટિરિયલ્સ, એન્જિનિયરિંગ એસેસરીઝ, હર્બલ પ્રોડક્ટ સહિતની ખરીદી કરશે. તેમજ 14થી 16 માર્ચ 3 દિવસ રાજકોટની અલગ અલગ ફેક્ટરીની મુલાકાત લઇ ત્યાં બનતી પ્રોડક્ટની માહિતી મેળવશે. શ્રીલંકાનું 15 સભ્યનું પ્રતિનિધિ મંડળ આ વેપાર મેળામાં જોડાઇ બિલ્ડિંગ મટિરિયલ્સને લગતી તમામ પ્રોડક્ટની માહિતી લેશે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે સરકારના 36 સભ્યનું પ્રતિનિધિ મંડળ જોડાઇ મહિલાઓ દ્વારા તૈયાર થતી વસ્તુઓ પર આયાત જકાત માફ કરશે. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર માટે નિકાસ વેપાર માટે ઉત્તમ તક સર્જાશે ત્રણ દિવસ ચાલનાર વેપાર મેળાની મુલાકાત લેનાર લોકોને વધુ સમજણ મળે તે માટે સેમિનાર, શિબિર અને ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં 21 માર્ચે બપોરે 3 કલાકે સ્ટાર્ટઅપ સેમિનાર, 12 માર્ચ ટૂરિઝમ ચિંતન શિબિર અને 13 માર્ચે ખેડૂત સંમેલન યોજાશે જેમાં ઓર્ગેનિક, પ્રાકૃતિક અને ગૌ-આધારિત ખેતી ઉપર માર્ગદર્શન અપાશે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને સફળ બનાવવા સંસ્થાના પરાગભાઈ તેજુરા સહિતના ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરનું જ્ઞાન સ્થાનિક વેપારીઓને મળી રહેશે: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
અબતક સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે , 11 મી વખત યોજનાર આંતરરાષ્ટ્રીય વેપાર મેળા થકી વિદેશી ગ્રાહકો પાસેથી તેમના દેશમાં ચાલતી પ્રોડક્ટસ વિશે પણ માહિતી મેળવી શકે છે ,બીજો સૌથી મોટો લાભ એ છે કે,આંતરરાષ્ટ્રીય વેપારમેળાના કારણે હજારો વિદેશી ગ્રાહકો રાજકોટ આવશે તેમને ચાઇનાનો વિકલ્પ રાજકોટમાં મળી રહેશે. આ ઉપરાંત આવનાર દરેક ગ્રાહકને ઘર આંગણે જ માહિતગાર કરવામાં આવશે હજારો વિદેશી ગ્રાહકો રાજકોટના આંગણે પધારી વિકાસ વૃદ્ધિમાં વધારો કરશે, 11 મી વખત યોજનાર આંતરરાષ્ટ્રીય વેપાર મેળા થકી વિદેશી ગ્રાહકો પાસેથી તેમના દેશમાં ચાલતી પ્રોડક્ટસ વિશે પણ માહિતી મેળવી શકે છે ,બીજો સૌથી મોટો લાભ એ છે કે,આંતરરાષ્ટ્રીય વેપારમેળાના કારણે હજારો વિદેશી ગ્રાહકો રાજકોટ આવશે તેમને ચાઇનાનો વિકલ્પ રાજકોટમાં મળી રહેશે,હજારો વિદેશી ગ્રાહકો રાજકોટના આંગણે પધારી વિકાસ વૃદ્ધિમાં વધારો કરશે,આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરનું જ્ઞાન સ્થાનિક લોકોને મળે છે.આમ, આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા સ્થાનિક સ્તરે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
પ્રોડક્ટને વિશ્ર્વના દેશોમાં વેચવાની સાથે પહોંચાડવાની પણ વ્યવસ્થા: પરાગ તેજુરા
અબતક સાથેની વાતચીતમાં એસવીયુએમના પ્રેસિડેન્ટ પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારમેળાનું 11 મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે સતત દસ વર્ષ સુધી સફળ આયોજન રહ્યું છે આ વર્ષે મેળાના પ્રથમ દિવસે જ અત્યાર સુધીમાં દેશ-વિદેશના 75 થી 80 લોકોએ મુલાકાત લીધી છે આ ઉપરાંત અહીંના માર્કેટ અને પ્રોડક્ટને બતાવવામાં આવે છે અને આપણી પ્રોડક્ટને વિશ્વના દેશોમાં વેચવાની સાથે વિશ્વભરમાં આપણી પ્રોડક્ટ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ વર્ષે પણ અલગ અલગ દેશોમાંથી 100 જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે. ખેતી આધારિત સ્ટોલ વધુ હોય છે કેમ કે, સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં ખેતીનું મહત્વ વધુ છે ત્યાં તેના માટે જરૂરિયાતો પણ બહુ મોટી છે,અહીં આવેલ લોકો પાંચ દિવસ રોકાશે ત્યારે અહીંની માર્કેટને સમજી શકે અને વિશ્વસનીયાતા સ્થાપિત કરશે.