ભૂતપૂર્વ ક્રિકેટર આર.પી.સિંઘના પિતાનું કોરોનાથી થયું નિધન, ટ્વિટ કરી આપી માહિતી

0
237

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અને 2007 T-20 વર્લ્ડકપ વિજેતા ટીમના પ્લેયર આરપી સિંહના પિતાનું કોરોનાના કારણે નિધન થયું છે. તેમણે આ મામલાની માહિતી ટ્વીટ કરી આપી છે. તેમના પિતા શિવપ્રસાદ સિંહ લાંબા સમયથી બીમાર હતા, અને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

તેમણે ટ્વિટમાં દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે, ‘મારા પિતા શિવપ્રસાદ સિંહનું નિધન થયું, તે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે. 12 મેના રોજ કોરેનાના કારણે તે અમને બધાને છોડી ચાલ્યા ગયા છે. હું આપ સૌને વિનંતી કરું છું કે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. ઓમ શાંતિ. Rest In Peace’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here