Abtak Media Google News

બન્ને નેતાઓએ સામાન્ય લક્ષણ, હાલ હોમ ક્વોરન્ટાઇન

અબતક, રાજકોટ : રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે એક પછી એક અનેક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યું છે. તેવામાં હવે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના અગ્રણી વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે. બ્રિજેશ મેરજાએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

તેમણે ટ્વીટ કર્યુ હતું કે, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મે કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે. મારી તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરુ છું. જણાવી દઇએ કે બ્રિજેશ મેરજા તેમના મંત્રી નિવાસસ્થાને હોમ ક્વોરન્ટાઇનમાં છે.

વજુભાઇ વાળાએ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇનમાં છે. આ ઉપરાંત તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય કે 4 દિવસ પૂર્વે જ વજુભાઈએ બૂસ્ટર ડોઝ લીધો હતો. જેને લઈને તેમણે વડાપ્રધાન મોદીનો ખાસ કરીને આભાર માન્યો હતો. 4 દિવસ બાદ તેઓ સંક્રમિત થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.