Abtak Media Google News

મારૂતી સુઝુકીના પૂર્વ મેનેજિંગ ડાયરેકટર જગદીશ ખટ્ટરનું તા.26 એપ્રીલને સોમવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ખટ્ટર મારૂતિ ઉદ્યોગ લીમીટેડના મેનેજિંગ ડાયરેકટર પદે 1993 થી લઈ 2007 સુધી રહ્યાં હતા. તેમણે 1993માં જ મારૂતી માર્કેટીંગ ડાયરેકટરના દરજ્જે કંપની જોઈન્ટ કરી હતી. ત્યારબાદ 1999માં તે કંપનીના પ્રથમ મેનેજિંગ ડાયરેકટર બન્યા. આ પદ માટે સરકારે તેમની નિમણૂંક કરી હતી. ત્યારબાદ 2002માં સુઝુકી મોટર કોર્પોરેશનમાં નિમણૂંક પામ્યા હતા.

સતત કામ પ્રવૃતિમય રહેનારા જગદીશ ખટ્ટર મારૂતીમાંથી નિવૃત થયા બાદ કારને નેશન ઓટો ઈન્ડિયાની શરૂઆત કરી હતી. આ કંપની વેંચાણની સાથે સાથે સર્વિસ આપતી કંપની છે. ખટ્ટરની વય 78 વર્ષ હતી. મારૂતી સુઝુકીમાં જોડાયા પહેલા જગદીશ ખટ્ટર આઈએસ અધિકારી હતા. તેમની પાસે 37 વર્ષનો અનુભવ હતો. 2007માં મારૂતિમાંથી નિવૃત  થયા બાદ કાર નેશન ઓટો ઈન્ડિયા નામે નવી કંપની શરૂ કરી હતી. મલ્ટી બ્રાન્ડ પેન ઈન્ડિયા સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક પૂરું પાડે છે.

જગદીશ ખટ્ટરનું નામ 2019માં એક વિવાદમાં ઉછળ્યું હતું. જ્યારે સીબીઆઈએ તેમની સામે કાર નેશનલ ઓટો ઈન્ડિયાના માધ્યમથી 110 કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો અને ખટ્ટર અને તેમની કંપની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. 7 ઓકટોબર 2019માં પંજાબ નેશનલ બેંકમાં પણ ખટ્ટર સામે છેતરપિંડીનો એક કેસ દાખલ કરાવ્યો હતો. આ ચાર્જશીટ સામે જગદીશ ખટ્ટરને જણાવ્યું હતું કે, કંપનીએ કોઈ ગેરરીતિ કરી નથી. આ વર્ષના પ્રારંભમાં જ એક સ્વાયત ઓડીટરે કાર નેશનની બેલેન્સ સીટની વિસ્તૃત ફોરેન્સીક ઓડિટીંગ કર્યું હતું. જેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી ન હતી.

જગદીશ ખટ્ટરનું સોમવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તેમની વિદાયથી કોર્પોરેટ જગત અને સનદી અધિકારી વર્ગમાં ભારે શોક છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.