IAS ઓફીસર કે.રાજેશ પર પ્લોટની ફાળવણી બાબતે પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ પર સરકારી જમીનના પ્લોટની ફાળવણી બાબતે પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.૩૦ થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, ૧૪ બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા , કુલ ૩ સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહીતની બાબતોમાં કે.રાજેશ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે.સોમાભાઇ પટેલે કે.રાજેશ વિરૂધ્ધ કુલ ૧૪૧ અલગ અલગ અરજીઓ કરી છે.આ ઉપરાંત ખાંડીયામાં ફોરેસ્ટની ૯૦૦ વિઘા કરતા વધુ જમીન માત્ર રૂપિયા ૧ ના ટોકન ભાડે ૩૦ વર્ષ માટે સોલાર પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને આપીને પણ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. સોમાભાઇ પટેલ દ્વારા સીબીઆઇ કે.રાજેશ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરે અને કે.રાજેશને ડિસમીસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

250થી 300 દૂધ સહકારી મંડળીમાંથી 60થી 80ને જ સરકારી જમીન આપી

કે.રાજેશે સરકારી જમીન ગેરકાયદે રીતે દૂધ ઘર બનાવવા આપી હતી. પરંતુ જંત્રીના 10 ટકના ભાવે રૂપિયા લઇ અરજદારને આપી હોવાથી લાખો રૂપિયાની જંત્રીનું નુકસાન થયું છે. જિલ્લામાં 250થી300 દૂધ સહકારી મંડળી છે.પરંતુ નાણાનો લાભ લઇ માત્ર 60થી 70 દૂધ સહકારી મંડળીને જ સરકારી જમીન આપી તેની તપાસની પણ માગ કરી હતી.

IAS ઓફીસર કે.રાજેશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, ,તે દરોડામાં મોટો ખુલાસો થયો હતો. IAS ઓફીસરના અંગત માણસની CBIએ ધરપકડ કરી છે.CBI દ્વારા જમીન સોદા કૌભાંડ માં સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.CBI ના દરોડા થી મોટા અધિકારીઓ ફફડાટ મચ્યો. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવા માટે પણ લાંચ લેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે રાજેશનું નિવાસસ્થાન રાજામુંદ્રીમાં(આંધ્રપ્રદેશમાં) CBI ત્રાટકયું હતું.