Abtak Media Google News

રેલીગેર કંપનીમાં ૨૩૯૭ કરોડ રૂા.ના ગેરવહિવટ મામલે દિલ્હી પોલીસે કરી ધરપકડ: રેનબેકસી ખરીદનારી જાપાની કંપનીએ પણ છેતરપીંડીની કરી છે ફરિયાદ

દેશની અગ્રણી ગણાતી ફાર્માકંપની રેનબેકસી અને ફોટી;સના પૂર્વ પ્રમોટરો સિંઘબંધુઓને સરકારની આર્થિક બાતો પર નજર રાખતી શાખા અને દિલ્હી પોલીસે સંયુક રીતે હાથ ધરેલી કાર્યવાહીમાં ઝડપી લીધા છે. તેમની બીજી કંપની રેલીગરના પ્રમોટર શિવિન્દર, મોહનસીંગ અને કંપનીના પૂર્વ સીએમડી સુનિલ ગોધવાણીને નાણાં પરત કરવામાં અસમર્થતા અને રેલીગેટ ફાઈન વેસ્ટ લીમીટેડના ગેરવહિવટને રૂા.૨૩૯૭ કરોડની ખોટની બાબતમાં ધરપકડ કરી હતી.

ગૂરૂવારે મોડીરાત્રે શિવેન્દરના મોટાભાઈ અને રેલીગેરના સહપ્રમોટર મલવિન્દરને પણ આ કેસનાં એક આરોપી તરીકે લૂધીયાણાથી અયકાયતમાં લીધા છે.

રેલીગેર કંપનીના બે ઈન્ટ્રા એકઝીકયુટીવ અધિકારી અરોરા અને અનિલ સકસેનાને પણ નાણાંકીય ગેરરીતિના કેસની સંડોવણી અંતર્ગત ઉપાડી લેવાયા હતા. પોલીસે દિલ્હી અને દેશમાં ખૂબજ સારી નામના ધરાવતા ઉદ્યોગપતિ પરિવારના સભ્યોને અટકાયતમાં લેતાઉદ્યોગ જગતમાં ભારે ચક્ચાર જાગી છે. મલવિન્દર અને શિવિન્દરના દાદા, ભાઈ મોહનસિંગ એ દેશની સૌથીમોટી ફર્મા કંપની રેનબક્ષીની સ્થાપના કરી હતી આ પરિવાર દ્વારા સમગ્ર દેશમાં ફોર્ટીસ નામે હોસ્પિટલોની દેશ વ્યાપી ચેન ઉભી કરી હતી આ બંને ભાઈઓએ રેનબક્ષી કંપનીને જાપાપનની દાઈચી સાંકયોને ૧૭ હજાર કરોડમાં વેચવાનો ૨૦૦૮માં સોદો કર્યો હતો. ત્યાર પછી જાપાનની કંપનીએ સીંગાપોરમાં સીંગબંધુઓ સામે ફરિયાદ કરી હતી કે બંને ભાઈઓએ કંપનીના સોદા વખતે કંપનીની સ્થિતિ અંગેની કેટલીક માહિતીઓ છુપાવી હતી રેનબક્ષીના પ્લાન્ટમાં કેટલીક ક્ષતિઓને છુપાવવામા આવી હતી.

સીંગબંધુઓ રેનબક્ષી લેબોરેટરી લિમીટેડના ૫૦૦ બીલીયન ડોલરના દાઈચી સાંકયો સાથેના સોદામાં સીંગાપૂર કોર્ટે તેમને કસૂરવાર ઠેરવ્યા હતા આ અંગે એડિશનલ સીપી ઓપી મિશ્રાએ જણાવ્યુ હતુ કે ગયા માર્ચ મહિનામાં આરએફએલના લિગલ મેનેજર મનપ્રિતસિંઘ સુરીની ફરિયાદના આધારે છેતરપીંડી અને નાણાંકીય ગેરરીતિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બંને ભાઈઓની સંડોવણી પ્રજાના પૈસા ગેરકાયદેસર રીતે અન્યત્ર વાપરી નાખ્યા અંગેના પૂરાવાઓને આધારે બંને ભાઈઓને અટકાયતમાં લીધા હતા.

દેશના ટોચના ઉદ્યોગપતિ પરિવારના બંને ભાઈઓ સામેની ફરિયાદમાં સુરીએ આક્ષેપ કર્યો છે કે કસુરવારોએ રેલીગેર એન્ટરપ્રાઈઝ અને આરએફએલ સહિતની કંપનીઓને જાણી જોઈને આર્થિક લાભ માટે નબળી પરિસ્થિતિમાં મૂકી દીધક્ષ હતી કંપનીની લોન અને વહીવટમાં વ્યકિતગત રીતે જાણીજોઈને બેદરકારીથી કંપની અને કંપનીના પ્રમોટરોને ખોટના ખાડામાં ઉતારી દીધા હતા. આરએફએલના રૂા. ૨૩૯૭ કરોડ રૂા.ના કરજ અને ગેરવહીવટને પણ ધ્યાનમાં લેવાયા છે. સ્વાયત ઓડિટમાં રીઝર્વ બેંક અને માકેટ રેગ્યુલેટર સેબીએ પણ આ અંગે બંને ભાઈઓ સામે ગેરરીતિની ફરિયાદ કરી હતી.

દેશમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે દાયકાઓ સુધી દબદબો ધરાવનાર રેનબક્ષી કંપનીના સ્થાપક પરિવારના બે સગાભાઈઓ શિવેન્દર મોહનસીંગ અને મલવિન્દરની નાણાંકીય છેતરપીંડીના કેસમાં અટકાયતે દેશમાં નહિ પરંતુ વિશ્ર્વભરમાં ભારે ચકચાર જગાવ્યો છે. સીંગબંધુઓ ૨૩૯૭ કરોડ રૂાની છેતરપીંડીના આક્ષેપો છે.

આ પરિવારે રેનબક્ષીને જાપાનની પેઢીને કરેલા વેચાણમાં પણ ગેરરીતિનો સામનો કરવો પડી રહ્યો છે. રેલીગેર ફાઈનવેસ્ટ કંપનીએ પોતાની માતૃસંસ્થા રેલીગેર એન્ટરપ્રાઈઝ અને તેના જૂથની કંપનીઓને કોઈપણ જાતની જામીનગીરી વગર લોન આપી હતી આ કંપનીઓએ ૨૩૯૭ કરોડ રૂા. ડુબાડી દીધા હતા જયારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે બંનેભાઈઓએ આરએફએલ અને આરએફએલના બોર્ડમાંથી રાજીનામા આપી દીધા હતા. આરએફએલનાં નવા વ્યવસ્થાપકોએ એન્ફોરમેન્ટ વિભાગ અને દિલ્હી પોલીસમાં બંને ભાઈઓ અને કંપનીના પૂર્વ પ્રમોટર સામે કંપનીના ખસ્તા હાલ, આર્થિક પરિસ્થિતિ છુપાવીને નવા મેનેજમેન્ટના અંધારામાં રાખી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે શિવેન્દર અને સુનિલ ગોધવાણીને અટકાયતમાં લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.