કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રોને પૂર્વ કેન્દ્રીય મંત્રી જાવડેકર રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત માર્ગદર્શન આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી તથા રાષ્ટ્રીય શિક્ષા નિતિના ભાગરૂપે “[email protected] Dream Meet Delivery” પુસ્તક પર ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરજી યુવાનોને માર્ગદર્શિત કરશે. કાલેે 10:30 કલાકે રાજકોટના રૈયા રોડ પર સ્થિત પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ  ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી, મુખ્ય મહેમાન તરીકે રાજકોટ મહાનગર પાલિકાના યુવા મેયર ડો. પ્રદિપભાઈ ડવ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  પ્રકાશ જાડવેકરજીનું માર્ગદર્શન મેળવશે.આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનોના અધ્યક્ષઓ, સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકઓ તથા શિક્ષણવિદો, શહેરના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.