અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ ત્રીજીવાર દાવેદારી કરશે

2024ની ચૂંટણીમાં નામાંકન ભર્યું

અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજીવાર  દાવેદારી નોંધાવી છે, 2024ની ચૂંટણીમાં   76 વર્ષના ટ્રમ્પે  પોતાના  સેંકડો ટેકેદારો સાથે વ્હાઈટ હાઊસમાં ઉમેદવારી પત્ર ગત મંગળવારે ભર્યું હતુ.અમેરિકાના  પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઈટ હાઉસની  ઉમેદવારી માટે દસ્તાવેજ રજૂ કરી દીધાં છે.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ  ટ્રમ્પે  એવું નિવેદન  જાહેર કર્યું હતુ. કે ‘હું અમેરિકાને પૂન: મહાન અને ગૌરવશાળી રાષ્ટ્ર બનાવવા માગું છું.’જોકે  અમેરિકાના   વર્તમાન  પ્રમુખ જો બાયડને એવી પ્રતિક્રિયા આપી હતી કે   ડોનાલ્ડ ટ્રમ્પે  ત્રીજી વખત  ઉમેદવારી   નોંધાવી છે. તે અમેરિકા માટે એક આઘાત સ્વરૂપ છે.