પં.દીનદયાળ ઉપાધ્યાય જનસંઘ-ભાજપના સ્થાપક, સર્જક, આદર્શ, માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત: રાજુભાઈ ધ્રુવ

મહામાનવ પં.દીનદયાળ ઉપાધ્યાયજીને ભાવાંજલિ અર્પણ કરતા રાજુભાઈ ધ્રુવ

દીનદયાળજીની વિચારધારા-ચિંતન ને કેન્દ્રસ્થાને રાખી ભાજપ-મોદીજીએ કાશ્મીર માં ૩૭૦ મી કલમ દૂર કરી એક-અખંડ શક્તિશાળી ભારત નું સપનું સાકાર કર્યું  છે.:રાજુભાઇ ધ્રુવ

પં. દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પઁ. દીનદયાળ ઉપાધ્યાયજીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળજીનાં સમગ્ર જીવનનો સાર માત્ર એક વાક્યમાં જ વ્યક્ત કરવો હોય તો એ વાક્ય છે વ્યક્તિ પોતાના કર્મો દ્વારા પૂજાય છે. એમણે સંઘર્ષપૂર્ણ જીવનમાં હંમેશા કર્મની શ્રેષ્ઠતાને પ્રસ્થાપિત કરી. જાણીતા તત્ત્વચિંતક, શ્રેષ્ઠ સંગઠક અને જેમણે રાજપુરુષ તરીકે અંગત જીવનમાં ઉચ્ચ મૂલ્યોની જાળવણી કરી હતી એવા પંડિત દીનદયાળજી ભાજપના સ્થાપના સમય થી આદર્શ, માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત છે.

આજથી અર્ધી સદી પૂર્વે પંડિત દીનદયાળજીએ એકાત્મ માનવદર્શનનો વિચાર રજૂ કર્યો હતો. પંડિતજીનો એકાત્મ માનવવાદ સર્વે જના: સુખિન: સન્તુ એટલે કે હું એકલો નહીં, સૌ સુખી થાયનાં ભાવનાને પ્રગટ કરતુ અલૌકિક ચિંતન કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં આ વિચારોએ વિશ્વ ફલક પર એક થવાની બહુ મોટી ભેટ આપી છે. સમગ્ર સૃષ્ટિ અને પર્યાવરણ ની ચિંતા કરવા નો મૂળ વિચાર તેમણે કાલીકટના અધિવેશનમાં આપી  એમણે સમગ્ર રાષ્ટ્રને ચરૈવૈતિ! ચરૈવેતિ!! અર્થાત સતત ચાલતા જ રહોનો જે અમર સંદેશ આપ્યો તે એમણે પોતાના જીવનમાં સાકાર કરી બતાવ્યો હતો. એમણે કરેલા સામાજિક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ- સેવાનાં કાર્યોને આધારે જન્મથી લઈ મૃત્યુ પર્યન્તના એમના જીવનની એકએક ઘટનામાં આગળ વધવાનો, ઉન્નતિ સાધવાનો સંદેશ સતત ગુંજ્યા કરે છે. દીનદયાળજીનાં વિચારોમાં ચિત્રિત અખંડ ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આજે વૈશ્વિક કક્ષાએ દુનિયાભરમાં ભારતની વર્તમાન પરિસ્થિતિ નિહાળી પંડિત દીનદયાળજીનો પવિત્ર આત્મા જ્યાં પણ હશે ત્યાં આનંદ-ગૌરવની અનુભૂતિ કરતો હશે. રાજુભાઈ ધ્રુવે અંતમાં કહ્યું હતું કે, પંડિત દીનદયાળજીએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે કરેલુ કાર્ય આજે પણ અનેકોનો પથ પ્રકાશિત કરે છે. તેમના પ્રેરણાદાયી વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃઘ્ધ અને મજબૂત બનાવવાની શક્તિ છે. પંડિત દીનદયાળજીની સંપૂર્ણ વિચારધારાને કેન્દ્રસ્થાને રાખી નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે જેથી એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રનાં નિર્માણ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ શક્ય બન્યો છે. રાજ્ય માં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વ માં  દીનદયાળજીનાં સિદ્ધાંત અને કાર્યોને ભાજપ સરકાર અમલમાં મૂકી સામાજિક વિષમતા, અસમાનતા અને જાતિગત દૂષણો દૂર કરવામાં સદાય અગ્રેસર રહી છે.

આવનારા સમયમાં સંપૂર્ણપણે ગરીબી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું ઘડતર કરી ભાજપ સરકાર દીનદયાળજીનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. સ્વદેશી અપનાવો, ગરીબી હટાવોની ક્રાંતિકારી વિચારધારાનાં જનક અને દેશ માટે આજીવન જાત ઘસી જાન આપનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જીવન સંદેશ, દેશહિત વિચારધારા તથા તેમની સાદગી,શિસ્ત,સંયમ, અને સમર્પણભાવ ને જીવનમાં-આચરણ માં ઉતારવા એ જ તેઓને સાચી ભાવાંજલિ અર્પણ કરી ગણાશે એવું ભાજપ નિર્માતા પં. દીનદયાળ ઉપાધ્યાયજી ને કોટી કોટી વંદન સાથે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.