Abtak Media Google News

નાફેડના અધિકારીઓની સંડોવણીની શંકા સાથે પોલીસ તપાસનો ધમધમાટ

જેતપૂર તાલુકાના પેઢલા ગામે આવેલા ગુજરાત સ્ટેટ વેર હાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં વેપારીએ ખરીદેલી મગફળીમાંથી માટી અને કાંકરા નીકળ્યાની ફરિયાદ મળતા જિલ્લા કલેકટરનાં તપાસના આદેશ આપ્યા બાદ પ્રાથમિક તપાસ બાદ ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના હાઉસીંગ મેનેજર મગનભાઈ ઝાલાવાડીયે મોટી ધાણેજ સહકારી મંડળીના પ્રમુખ મંત્રી, સુપરવાઈઝર અને ગુજકોટના જવાબદાર અધિકારીઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ધાણેજ સેવા સહકારી મંડળીના ઉપપ્રમુખ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે. સાથે ગુજકોટ અને નાફેડના અધિકારીઓની સંડોવણી હોવાની સંભાવના પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, જેતપૂર તાલુકાના પેઢલા ગામે ગોડાઉનમાં રખાયેલી ૩૧ હજાર ગુણી મગફળીમાં માટી અને કાંકરા મળી આવતા તેની તપાસના આદેશ કરાયા હતા અને પ્રાથમિક તપાસના અંતે ગુજકોટના અધિકારીઓ દ્વારા જેતપૂર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં રૂ. ૪.૫૭ કરોડ કિંમતની ૩૧ હજાર ગુણી મગફળીમાં ધૂળ, માટી અને કાંકરા મળી આવતા તેની તપાસના આદેશ કરાયા હતા. અને પ્રાથમિક તપાસના અંતે ગુજકોટના અધિકારીઓ દ્વારા જેતપૂર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેમાં રૂ. ૪.૫૭ કરોડ કિંમતની ૩૧ હજાર ગુણી મગફળીમાં ધૂળ, માટી અને કાંકરાની ભેળસેળ કરી મોટી ધાણેજ સેવા સહકારી મંડળી દ્વારા છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી તરફ ગોડાઉનમાં રહેલી ૧૫૦ જેટલી બોરીઓની તપાસ કરતા ૨૫ થી ૩૦ ટકા ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતુ જેમાં ભાગરૂપે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા અને તેમની ટીમે મોટી ધાણેજ સેવા સહકારી મંડળીના જાદવરામ રામ પીઠીયા, રામશી ગોવિંદ ચૂડાસમા, શોનીંગ બચુ જુંજીયા અને ખુમાણ જીવાણા, જુંજીયાની અટકાયત કરી આકરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં નાફેડ અને ગુજકોટના અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરાઈ રહી છે. અને કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ શખ્સને છોડવામા આવશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.