Abtak Media Google News

વિજેતા બનેલા ઉમેદવારોના ફોર્મમાં  ક્ષતિ હોવા છતા ફોર્મ સ્વિકારવામાં આવ્યા હાવેાના આક્ષેપ

સાથે હર્ષદ રીબડીયા,  લીત કગથરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવા કોર્ટના શરણે

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પરાજીત થયેલા ભાજપ અને કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.તેઓનાં હરિફ અને વિજેતા બનેલા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મમાં  ભૂલ હોવા છતાં રિટર્નીંગ ઓફીસર દ્વારા ફોર્મ  માન્ય રાખવામાં આવ્યો હોવાનો દાવો  કરવામાં આવ્યો છે.

આગામી  દિવસોમાં  અદાલત દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણીમાં  ભાજપના  ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા હર્ષદભાઈ રિબડીયા,  કોંગ્રેસના પ્રતિક પરથી ટંકારા બેઠક પરથી ચૂંટણી લડેલા લલીતભાઈ કગથરા ઉપરાંત અન્ય બે ઉમેદવાર હિતેશભાઈ વસાવા અને રઘુભાઈ દેસાઈનો પરાજય થયો હતો. ચૂંટણી પરિણામના દોઢ માસ બાદ  આ ચારેય  પરાજીત ઉમેદવારોએ ગુજરાત  હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.જેમાં તેઓએ એવો દાવો કર્યો છે કેતેમની સામે વિજેતા બનેલા ઉમેદવારોના નામાંકન  પત્રમાં ભૂલ હોવા છતાં જેતે બેઠકના રિટર્નીંગ ઓફિસરો દ્વારા તેમના ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ એવી પણ માંગણી કરવામાં આવી છે કે ઉકત ચારેય વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવારોનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.