મોરબી અને વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ચાર ધંધાર્થી ઝડપાયા

કાર,એકિટવા અને દારૂ મળી રૂ.2.65 લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસની જુગાર અને દારૂ ઉપર ખાસ ડ્રાઇવ ચાલી રહી હોય અને પોલીસે પણ આ ડ્રાઈવ ચાલુ રાખીને મોરબી અને વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂ વેચનારા ચાર શખ્સો ને ઝડપી પાડેલ છે.

વાંકાનેર સીટી પોલીસ  સ્ટાફે આરોપીઓ લક્ષ્મણદેવસિંહ ઉર્ફે લખુભા સુખદેવસિંહ રાણા (ઉવ.43 ધંધો-પ્રા.નોકરી રહે.વાંકાનેર સ્વોપ્નોલોક સોસાયટી મકાન નં-6 તા.વાંકાનેર)વાળા એ પોતાના હવાલા વાળી એસ્ટાર ગાડી નંબર ૠઉં-01-ઊંૠ-3282 કી.રૂ.150,000 વાળીમા વિદેશી દારૂની બોટલો નંગ-60 જેની કી.રૂ.22,500 કુલ મુદામાલ કિ.રૂ.1,72,500 સાથે વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરી મળી આવતા ઝડપી લીધેલ છે.

મોરબી  માવજીભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ પરબતભાઇ ડાંગર  બોટલ નંગ-01 જેની કિંમત રૂ.520, એક્ટીવાની કિં.રૂ-70,000 ગણી તથા બોટલની કિંમત રૂ-520 ગણી એમ કુલ કિ.રૂ.70,52ના મુદ્દામાલ સાથે મળી આવતા તેને ઝડપી લીધો હતો.જ્યારે સાગરભાઇ ધીરૂભાઇ ચાવડા નાસી છુટેલ હતો.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા બોટલ નંગ-2 ની કુલ કિ રૂ 1520 નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી મળી આવતા તેને ઝડપી લીધેલ હતો.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપી સાવનભાઇ અજયભાઇ ગોસ્વામી (ઉ.વ 21 રહે મોરબી વાવડી રોડ કબીરઆશ્રમ નજીક ગાયત્રીનગર શેરી નં -2) વાળાઓ વાવડી રોડ સુમીતનાથ સોસાયટી સામે રોડ વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-1 કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઈન ચંદીગઢ ઓન્લીની 750 એમ.એલની કંપની શીલબંધ બોટલો નંગ-24 કુલ કિ. રૂ 7200 નો મુદ્રમાલ વેચાણ કરવાના ઈરાદે રાખી હાજર મળી આવતા તેને ઝડપી લીધો હતો.