Abtak Media Google News

એટીએસની ટીમને મળી સફળતા ; સૂત્રધાર રૂ.35 લાખ ખંડણીના લઈને ફરાર, અપહરણકારોની નજર ચૂકવી અપહત વેપારી હેમખેમ પરત આવ્યો

ગાંધીધામના પ્લાયવુડના ઉત્પાદક વેપારીનું અપહરણ કરી રૂ. 35 લાખની ખડણી વસુલનાર ચાર શખ્સોને ગુજરાત એટીએસની ટીમે રાજેસ્થાનમાં ઓપરેશન હાથ ધરી ઝડપી લીધા છે.જ્યારે રૂ. 35 લાખની ખડણી વસૂલી નાણાં લઈને પલાયન થયેલા મુખ્ય સૂત્રધારની કચ્છ પોલીસ તથા એટીએસની ટીમે શોધખોળ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર અગાઉ વીએતનામમાં નોકરી કરતો હોવાથી વેપારીને ઓળખતો હોવાથી પ્લાન ઘડી કાઢ્યાંનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના લાકડાના વેપારીના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારીનું અપહરણ કરી રાજસ્થાનની અલગ-અલગ જગ્યાઓએ ગોંધી રાખી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સોના નામ છે. સુરેશ સોની, રાકેશ સોની, ત્રિલોક ચૌહાણ અને સંદીપ છાજુસિંગ. આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. આ તમામ આરોપીઓ સાથે મનોજ વ્યાસ નામનાં આરોપીએ ભેગા મળીને ગાંધીધામનાં વેપારીનુ અપહરણ કર્યુ હતું. મનોજ વ્યાસ નામનો આરોપી દસ વર્ષ પહેલા વિયતનામ ખાતે આ જ વેપારીના ભાઈની કંપનીમાં નોકરી કરતો હતો તેમજ આરોપીના કેટલાક સગા હજુ પણ વેપારીની કંપનીમાં નોકરી કરે છે. આરોપી પોતે પણ વેપારીને સારી ઓળખતો હોવાથી તેની પાસેથી સારી એવી રકમ વસુલી શકાશે તે ખબર હોવાથી રાજસ્થાનના ચાર શખ્સોને ગાંધીધામ બોલાવી વેપારીનું અપહરણ કર્યું હતું. ગુજરાત અઝજ એ હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ગુનાનો મુખ્ય આરોપી મનોજ વ્યાસ પાસે ખંડણીની રકમ હોય તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે તેમજ અપહરણમાં વપરાયેલ વેગેનાર ગાડી રાજસ્થાનના ઝુંનઝુનું ગ્રામ્ય પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હોય તે ગાડી પણ રાજસ્થાન પોલીસે કબજે કરી છે. તેમજ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે તે બાબતે તપાસ હાથ ધરાઈ છે.

19 જાન્યુઆરીએ અપહરણ, 35 લાખ ચૂકવ્યા પછી તક મળતાં વેપારી મુકેશભાઈ જાતે જ છૂટયા !

ગાંધીધામ પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ, 19 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યે પ્લાયવુડ ઉત્પાદક વેપારી મુકેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ તેમની કાર લઈને બેડમીન્ટન રમવા નીકળ્યા હતા. મોડવદર નજીક તેમની કાર આંતરીને પાંચ શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું.મુકેશભાઈને તેમની જ કારમાં ઉઠાવી લેવાયા હતા.રાજસૃથાનના સાંચોર ખાતે એક ખેતરમાં મુકેશકુમારને ગોંધી રાખઈ રૂા.3 કરોડ માંગ્યા હતા. અપહરણકારો છેવટે 35 લાખ લેવા માટે તૈયાર થઈ ગયા હતા.બિકાનેરની આંગડિયા પેઢીમાં 35 લાખ મગાવાયા હતા. પણ આરોપીઓએ બાદમાં જયપુર ખાતે પૈસા મળે તેવી વ્યવસૃથા કરવા કહ્યું હતું.  નાણાં જયપુર પહોંચી ગયા હોવા છતાં આરોપીઓ લેવા ગયા ન હતા. વેપારી મુકેશકુમારે તેમના મિત્ર બજરંગ શર્માને ફોન કરી આરોપીઓને 3પ લાખ રૂપિયા આપી દેવા જણાવ્યું હતું.  મુખ્ય સુત્રધાર મનોજ અને સંદિપ નામના આરોપીએ જઈને 35 લાખ લઈ લીધા હતા.અન્ય બે આરોપીઓ વેપારી મુકેશભાઈને સાચવીને બેઠાં હતાં. 3પ લાખ મળી ગયા છતાં મુકેશભાઈને મુક્ત કરવાનેબદલે લક્ષ્મણગઢ બાયપાસ નજીક ચા નાસ્તાની હોટલ આગળ કાર ઉભી રાખી હતી, આ દરમિયાન મુકેશકુમારે નજર ચૂકવીને એક હોટલ વાળાને પોતે મુસીબતમાં હોવાનું અને મદદ કરવા જણાવ્યું હતું. હોટલવાળાએ મદદ કરી તેમને દુકાનની પાછળ છુપાવી દીધા હતા. મુકેશકુમાર ગુમ થઈ ગયા હોવાનું જાણતા ત્રણ આરોપી નાસી છુટયા હતા. મુકેશભાઈએ પોતે હેમખેમ હોવાની જાણ પરિવારને કરી હતી અને ગાંધીધામ પહોંચી આવ્યા હતા.

વિએતનામમાં પત્ની અને પુત્રી રઝળતા મૂકી મુખ્ય આરોપી મનોજ ભાગી આવ્યો

ગાંધીધામના પ્લાયવુડ ફેક્ટરી માલિક મુકેશભાઈનું અપહરણ કરી 35 લાખની ખંડણીના સુત્રધાર મનોજ વ્યાસની માયાજાળ જાણીને એટીએસ પણ અચંબિત બની ગઈ છે. જેનું અપહરણ કર્યુ તેવા વેપારી મુકેશભાઈની વિએતનામ ખાતેની કપનીમાં મનોજ નોકરી કરતો ત્યારે વિએતનામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.મનોજ થકી આ યુવતીને પુત્રી અવતરી હતી. પરંતુ, આ યુવતી સાથે છેતરપિંડી કરી મનોજ ભારત ભાગી આવ્યો હતો.  મનોજને પ્રેમ કરતી તેની પત્ની વિએતનામથી ભારત આવી હતી. મનોજ બેંગ્લોર હતો ત્યાં આવીને વિએતનામની યુવતી પણ પુત્રી સાથે રહેવા લાગી હતી.પોલીસને એવી વિગતો મળી છે કે, બેંગ્લોરમાં નોકરી શોધી લઈને યુવતી પુત્રી સાથે રહે છે. જો કે, મનોજ તેની પત્ની અને પુત્રી સાથે સતત રહેતો નથી. પંદર દિવસ બંગ્લોર રહેતો અને મનોજ બાકીના દિવસોએ રઝળપાટ કરતો રહે છે. વિએતનામમાં પત્ની અને પુત્રીને તરછોડીને ભારત આવી ગયેલો મનોજની સ્વાર્થવૃત્તિ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.