Abtak Media Google News

ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ એટલે સોમનાથ મંદિર. સોમનાથ મંદિરનો મહિમા અનેરો છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. હવે સોમનાથની કિર્તીમાં ચાર ચાંદ લાગશે. સોમનાથ તીર્થધામમાં આવેલા પ્રાચીન સૂર્યમંદિરોનો ફરી ઉદય થશે.

સોમનાથમાં આવેલા 11પ્રાચીન સૂર્યમંદીરો ઘણા સમય થયા જર્જરિત હાલતમાં છે. આ વાત દિલ્હી PMOમાં કરવામાં આવી. સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ PMને ટ્વીટ કરી સૂર્યમંદીરોના વિકાસની વાત કરી હતી. જેમાં પર PMOએ તુરંત એક્સન લીધું. PMOના આદેશથી ગુજરાત ટૂરિઝમની એક ટીમ સોમનાથ સૂર્યમંદીરોની મુલાકાત માટે આવી પોહચી હતી.

ગુજરાત ટૂરિઝમની ટીમે સોમનાથમાં પાલિકા પ્રમુખ સાથે બેઠક કરી. બેઠકમાં સૂર્યમંદીરોની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી. આખરે ગુજરાત ટૂરિઝમની ટીમ સોમનાથના 11સૂર્ય મંદીરોની તપાસ વિગતવાર તાપસ કરી હતી. અને તેનો સંપૂર્ણ રિપોર્ટ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને PMOને આપશે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, ‘ગઈકાલે આ ટીમો નિરીક્ષણ માટે આવી હતી. ત્યાર બાદ ગાંધીનગર પરત થઈ હતી. હાલમાં સોમનાથ તીર્થધામમાં 6 જેટલા સૂર્ય મંદિરો આવેલા છે. અન્ય 6 મંદિરોનું લોકેશન શોધવાની કામગીરી ટુરીઝમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.