Abtak Media Google News

જાહેરનામાનો ભંગ કરતા ૨૬ લોકો ડ્રોનમાં કેદ થયા

કાલાવડ નાકા નજીક પાનની દુકાન ખૂલ્લી રાખનારા સામે ફોજદારી

જામનગરમાં ગઈકાલે પોલીસે ત્રણ કારખાનેદાર સહીત આઠ દુકાનદારોને સમયમર્યાદા કે બીજા કાયદાનો ભંગ કરતા પકડ્યા છે. એક ગેરેજ સંચાલક પણ ઝડપાઈ ગયા છે. સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા પાંચ રેંકડીધારક દંડાયા છે. સોપારી સાથે આમરા ગામમમાંથી એક શખ્સ પકડાયો છે અને કારણ વગર રખડતા દસ સામે કાર્યવાહી કરાઈ છે.

જામનગર શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યા પછી પોલીસ તેની કડક અમલવારી કરાવી રહી છે. ગઈકાલે જનતા ફાટક વિસ્તારમાં આવેલા શાંતિનગરની શેરી નં. ૫માં કરેલા પેટ્રોલીંગમાં ત્યાં જય ખોડીયાર નામની ઈલેકટ્રીક માલસામાનની દુકાન ખુલી જોવા મળી હતી. આ દુકાનને ખોલવાની પરવાનગી ન હોવા છતાં તેના સંચાલક ચંદુભાઈ ગણેશભાઈ મુંગરાએ દુકાન ખોલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે. દિગ્વિજય પ્લોટમાં જગદીશભાઈ અરજણદાસ સીંધીએ પોતાની નોવેલ્ટીની દુકાન ખુલી રાખી હતી. દિગ્જામ સર્કલમાં ભાવેશભાઈ રમેશભાઈ કોઠારીએ પોતાનું જલારામ મેટલ નામનો એક્સટ્રુઝન પ્લાન્ટ ચાલુ કરતા પોલીસે ભાવેશભાઈ તથા મેહુલભાઈ ધીરૃભાઈ જોબનપુત્રા સામે ગુન્હો નોંધ્યો હતો.

શંકરટેકરી ઉદ્યોગનગરમાં અશ્વિનભાઈ રમેશભાઈ જોશીએ પોતાનું પટેલ વુડન નામનું કારખાનું ચાલુ કરતા પોલીસે અશ્વીનભાઈ તથા વિમલ કાનજીભાઈ તાળા સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. કાલાવડમાં કપડાની દુકાન ધરાવતા ભીમાભાઈ ધરમસીભાઈ ચૌહાણે પોતાની દુકાન ચાલુ કરી દીધી હતી. જ્યારે કાલાવડમાં જ ધોરાજી રોડ પર મુકેશ ઓધવજીભાઈ સાંગાણીએ પોતાનું ઓટો ગેરેજ ખોલ્યું હતું.

કાલાવડના સોરઠા ગામમાં ખીમજીભાઈ પુંજાભાઈ પટેલ તથા જયદીપ મનસુખભાઈ વીરડાએ પોતાની કરિયાણાની દુકાન સમયમર્યાદાથી વધુ સમય માટે ચાલુ રાખી હતી.

નગરના દિગ્વિજય પ્લોટ ૫૪ વિસ્તારમાં ચંદનભાઈ લક્ષ્મણદાસ બજાજ, દીપકભાઈ ચંદુભાઈ પરમાર, કલ્પેશભાઈ દયાળજીભાઈ નારવાણી, હેમતભાઈ ખીમજીભાઈ મકવાણા તા હરેશભાઈ હીરજીભાઈ દામાએ પોતાની ફળની રેંકડી ઊભી રાખી ટોળું એકઠું કર્યું હતું.

તે ઉપરાંત નગરના દિગ્જામ સર્કલ પાસેથી પોલીસે સાગર વિજયભાઈ કુંભાર, મહાકાળી સર્કલ પાસેથી રાજસીભાઈ ભીખાભાઈ આહિર, બેડીમાંથી દાઉદ હાસમ વાઘેર સહિતના ચાર અને હરેશ બાબુભાઈ રાઠોડ સહિતના ચાર શખ્સને કારણ વગર ઘરની બહાર નીકળી રખડતા પકડી લીધા હતાં.

પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન જામનગર તાલુકાના આમરા ગામમાંથી જીવાપરનો સલીમ સમસુદીન કાનાણી નામનો શખ્સ જીજે-૧૦-સીએલ-૧૪૯૬ નંબરના મોપેડમાં જતો જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકાવી તલાસી લેતા તેના કબજામાં રહેલા થેલામાંથી એક કીલો સોપારી નીકળી પડી હતી. પોલીસે સોપારી કબજે કરી મોપેડ ડીટેઈન કર્યું છે અને સલીમની ધરપકડ કરી છે.

ગઈકાલે પોલીસે જાહેરનામાનો ભંગ કરી રખડતા કેટલાક ટુ-વ્હીલરચાલકોને પકડી લીધા હતાં. ડબલ સવારીમાં જતા વાહનચાલકો પણ મળી આવ્યા હતાં. તે તમામના વાહન ડીટેઈન કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.