- બે બળદોની ફાઈટમાં ઈજાગ્રસ્ત બનેલા
- બ્રેઈનડેડ યુવાનના અવવ્યોને અમદાવાદ મોકલવા કોરિડોર બનાવાયો: ચાર્ટર પ્લેન મારફતે રવાના
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગત 18મી તારીખે રસ્તા પર બાખડી રહેલા બે ખૂંટિયાઓ કે જેઓએ રસ્તે ચાલીને જઈ રહેલા પર પ્રાંતિય શ્રમિક યુવાનને હડફેટમાં લઈ લીધા હતા, અને ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન તેઓ બ્રેન્ડેડ જાહેર થયા હતા, અને તેના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી. જેથી જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો તેમજ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમ વગેરે દ્વારા શ્રમિક યુવાનનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અવયવોને એકત્ર કરી લેવામાં આવ્યા છે, અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટ થી અમદાવાદ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે .
આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના સમસ્તિપૂરના વતની મહેશકુમાર જીગુસા શાહુ ઉ.વ.47) કે જેઓ પોતાના પુત્ર મનીષ (22 વર્ષ) કે જે હાલ મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરે છે, તેને ત્યાં પોતે પણ કામે રહેવા માટે બિહારથી 18મી માર્ચના દિવસે જામનગર આવ્યા હતા, ત્યારબાદ તેઓ અન્ય બે મિત્રો સાથે જોગવડ ગામના પાટીયા પાસે ઉતર્યા હતા, અને રસ્તો ઓળંગી રહ્યા હતા.
જે દરમિયાન રસ્તામાં બે ખુટિયાઓ ઝગડી રહ્યા હતા, અને એકાએક ધસી આવી ઉમેશકુમાર ને હડફેટમાં લઈ લેતાં તેઓ ફંગોળાયા હતા, અને માથાના ભાગે ગંભીર ઇજા થવા તેઓનું માથું ફાટી ગયું હતું, અને લોહી ની નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી, અને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગર ના જીજી હોસ્પિટલના તબીબી અધિક ડો. નંદીની દેસાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો અને અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર આવી ચૂકી હતી જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓ ની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.
મૃતદેહને વતનમાં લઈ જવા કાર્યવાહી
જોગવડ નજીક ગત 18 મી તારીખે બે ખૂંટિયાઓની ફાઈટમાં જજાગ્રસ્ત બનીને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશભાઈ ને વહેલી સવારે સર્જરી કરીને તેના અવયવો નું અંગદાન કરી લેવાયા પછી જામનગરની જી.જી . હોસ્પિટલના તબિબો દ્વારા તેઓને મૃત જાહેર કરાયા હતા, અને જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ
કરાવ્યા બાદ તેમના મૃતદેહને વતનમાં સમસ્તીપુર લઈ જવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને સમગ્ર પરિવાર પોતાના વતન જવા માટે નીકળી રહ્યો છે.