- ચાર લોકો ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખસેડાયા
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર આજે સાંજે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળતા ચાર લોકોના મોત થયા છે. બંને કાર વચ્ચે ટક્કર થયા બાદ ગણતરીની સેકન્ડોમાં જ આગ વિકરાળ બનતા કારમાં સવાર ચારના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે.
રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર ચાર લોકો ભડથું થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ચાર મૃતકોમાં નિરુબેન અતુલભાઈ મકવાણા, ઉંમર વર્ષ 30, રે. ગોંડલ,હેતવી અતુલભાઈ મકવાણા, 4 વર્ષ, રે. ગોંડલ હેમાંશી શાહીલ સરવૈયા, ઉંમર વર્ષ 19, રે. ગોંડલ વિજયનગર,મિતુલ અશોકભાઈ સાકરીયા, ઉંમર વર્ષ 13, રે. ગોંડલ સ્થળ પર જ મૃત્યુ પામ્યા છે જ્યારે ૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ ,હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ,નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે એકી સાથે ત્રણ પરિવાર એસ્વજનો ગુમાવ્યા છે
પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવા થતાં જ તાત્કાલિક આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ફાયર બ્રિગેડની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી છે અને કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે