Abtak Media Google News

આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી.

દરમિયાન મતદાનના પ્રથમ કલાકમાં રાજકોતમાં ચાર કલાક મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં ત્રણ ટકા ભાવનગરમાં ચાર ટકા અને જામનગરમાં ત્રણ ટકા તેમજ વડોદરામાં ત્રણ ટકા મતદાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.