ઈન્ટર લોકિંગની કામગીરીના કારણે અમદાવાદ ડિવિઝનની રાજકોટ આવતી ચાર ટ્રેન રદ

બેના રૂટ ટૂંકાવાયા

 

અબતક, રાજકોટ

પશ્ર્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઈટરલોકિંગ કામગીરીના લીધે કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યું અનુસાર ટ્રેન નં. 19119 અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ, ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટીએકસપ્રેસ અને ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એકસપ્રેસ આવતીકાલે બુધવારે જયારે ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઈન્ટરસીટી એકસપ્રેસ 20મી જાન્યુઆરીએ રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રેન નં. 19320 ઈન્દોર-વેરાવળ એકસપ્રેસ આજે અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નં. 19319 વેરાવળ-ઈન્દોર એકસપ્રેસ આવતીકાલે અમદાવાદ સ્ટેશનથી શરૂ હશે અને વેરાવળ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.