યુપીમાં ચોથા તબક્કાનું મતદાન શરૂ 9 જિલ્લાની 59 બેઠકો માટે વોટીંગ

રાયબરેલી, સીતાપૂર, લખીમપુર ખેરી સહિતની અત્યંત મહત્વપૂર્ણ સીટો પર આજે મતદાન

અબતક, નવીદિલ્હી

હાલ પાંચ રાજ્યોની વિધાનસભા માટેન ચૂંટણીઓનો દોર શરૂ થયો છે જેમાં આજે ચોથા તબક્કાનું મતદાન યુપીમાં શરૂ થયું છે. ચોથા તબક્કાનું મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે જેનું મુખ્ય કારણ એ છે કે આજના દિવસે જે મતદાન થઈ રહ્યું છે તેમાં રાયબરેલી ની સાથો સાથ સીતાપુર અને લખીમપુર ખેરી સીટ ઉપર પણ મતદાન થશે જે ખરા અર્થમાં અત્યંત મહત્વપૂર્ણ સીટો માનવામાં આવી રહ્યું છે. ચોથા તબક્કાના મતદાનમાં 9 જિલ્લાની 59 બેઠકો ઉપર મતદાન ચાલુ થઇ ચૂક્યું છે. આ તમામ બેઠકો ઉપર ગત ચુંટણીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. આ ચોથા તાબબકામાં અવધ, તેરાઈ અને બૂંદેલખંડનો પણ સમાવેશ થયો છે.

દરેક ભક્તો માટે આજે મતદાન થઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેનું મુખ્ય કારણ એ છે કે લખીમપુર ખેરીમાં જે મતદાન શરૂ છે તેમાં ખેડૂતોનો પ્રશ્ન અને ખેડૂતો ખૂબ મોટી ભૂમિકા ભજવશે. ગત 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પોલીભીતમાં તમામ 4 બેઠક અંકે કરી હતી, જ્યારે લખીમપુર ખેરીમાં 8 બેઠક, અને બનાડામાં 4 બેઠક હાંસલ કરી હતી. આ તકે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે ત્યારે ગત વર્ષની ચૂંટણી પરિણામ આવ્યું તે ફરી પુનરાવર્તન થશે કે તે આવનારો સમય જ બતાવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપનું પલડું ભારી હોય તેવુ સ્પષ્ટ સામે આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં સીતાપુર બેઠકમાં પણ ભાજપે નવમાંથી સાત બેઠકો જીતી હતી જ્યારે રાયબરેલીમાં છમાંથી ત્રણ બેઠકો જીતી લોકસભામાં ભાજપને વિજય અપાવવામાં સિંહફાળો ભજવ્યો હતો. તારે આ વિધાનસભાની ચૂંટણી ભાજપ સહિત અનેક રાજકીય પક્ષો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. વહેલી સવારથી જ અનેક રાજકીય આગેવાનો અને નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.