Abtak Media Google News

કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ. એમાંય ગુજરાતમાં આ કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતમાં પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવવાના નામે કરોડોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૈસા કમાવવા માટે લોકો એટલી નીચલી હદ્દ સુધી જઈ શકે છે તેનો આ પુરાવો છે.

કહેવાય છેનેકે, લોભિયા વસતા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા. કોરોના કાળમાં જામનગરમાં આવો જ કિસ્સો સામે આવ્યો. જામનગરમાં પશુઓ માટે કોરોનાની વેકસીન બનાવવાના મટીરીયલ સપ્લાયના ધંધા અર્થે વોટ્સઅપના માધ્યમથી વેપારીને શિકાર બનાવવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જામનગરના વેપારીને જાળમાં ફસાવીને પશુઓ માટે કોરોનાની વેક્સીન બનાવી આપવાના નામે ભેજાબાજોએ 1.35 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સૌથી પહેલાં જામનગરના વેપારીને વેક્સીનનો નવો બિઝનેસ શરૂ કરીને તગડા પૈસા કમાવવાની લાલચ આપવામાં આવી. વ્હોટ્સએપ દ્વારા મેસેજ કરીને જામનગરના વેપારીને બાટલામાં ઉતારવામાં આવ્યો.

ઠગ ટોળકી દ્વારા વોટ્સએપ પર બિઝનેસની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. જામનગરના પેલેસ રોડ પર આવેલ મનોજકુમાર ધનવંતરાય શાહ નામના વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ જામનગર પોલીસને કરવામાં આવી છે. પશુઓની વેક્સીન બનાવવાના નામે ઈુભહજ્ઞદશભ ઇં-50 ની લે-વહેંચ બાબતે મોટા નફાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. આ કેસમાં 3 વિદેશી સહિત 14 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ જામનગરના સિટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે.સોફિયા 31 માર્ચ 2021ના રોજ જામનગર આવી મનોજકુમારની ઓફિસે આવી હતી અને જ્યાં તેણીએ એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાંથી આવેલું CYCLOVIC H-50 મટીરીયલનું સેમ્પલ લેવડાવી તપાસ કર્યા બાદ યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

બાદમાં ડેવિડ હીલેરી નામના શખ્સે મનોજકુમાર સાથે બોગસ પરચેઝ ઓર્ડર મેઇલ દ્વારા મોકલી 100 લીટર CYCLOVIC H-50 મટીરીયલ ખરીદવાનું જણાવ્યું હતું. આ મટીરીયલ ખરીદવાનો ઓર્ડર આવ્યા બાદ પ્રૌઢ મનોજકુમારે નાસિકની એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાં CYCLOVIC H-50 નો 100 લીટર મેળવવાનું જણાવતા વિના શર્માએ 50 ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું કહ્યું હતું અને આ જ ગેંગના મુંબઇના ધારાવીમાં રહેતા એમ એચ એન્ટરપ્રાઈઝ તથા શાન્તાક્રૂઝમાં આવેલી વાયરલેસ એન્ટરપ્રાઈઝ તથા રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી મીડિયાવાલા અને દિલ્હીના શીવા એન્ટરપ્રાઈઝ તથા મુંબઇના મોંગેશ યાદવ અને કૃણાલ વર્મા તેમજ જોગેશ્ર્વરીના અજર કરીમ અને નવની નવીનશંકર શર્મા સહિતની ટોળકીએ આ મટીરીયલના વેચાણ માટે જુદા જુદા બેંક ખાતાના નંબર આપી જામનગરના પ્રૌઢ મનોજકુમાર પાસેથી રૂા.1,33,25,000 ની રકમ ખાતામાં જમા કરાવી હતી.

કમ્બલે યાદવ મો.72084 52088 નામના શખ્સે પ્રૌઢને ફોન કરી કરંજલી ચેકપોસ્ટ પર તમારો માલ પકડાઇ ગયો છે અને આ માલ છોડાવવા માટે વધુ 10 લાખ રૂપિયા મોકલવાનું જણાવ્યું હતું. પ્રૌઢે દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ કોઇએ આ મટીરીયલ પરત મોકલ્યું ન હતું. અને બાદમાં પ્રૌઢ મુકેશકુમાર દ્વારા અવાર-નવાર આ આંતરરાષ્ટ્રીય ગેંગનો સંપર્ક કરતાં સંતોષકારક જવાબ ન મળતા આખરે મનોજકુમારે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે યુનાઈટેડ કીંગ્ડમના ટ્રેસી મુરફી સહિતના 14 શખ્સો વિરૂધ્ધ 1,35,75,000 ની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આરોપીઓમાં લંડન, નોટીંગહામ, મહારાષ્ટ્ર એમાંય ખાસ કરીને મુંબઈ, દિલ્લી અને રાજસ્થાનના લોકો સામેલ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ટોળકી રાષ્ટ્રવ્યાપી અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તર પર આ પ્રકાર કૌભાંડ આચરતી હોવાની પણ પોલીસને આશંકા છે. હવે પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે. કોરોના કાળમાં પશુઓ માટે કોરોનાની રસી બનાવીને વેચવાની વાત કરીને તેનાથી તગડા પૈસા કમાવવાની વેપારીને લાલચ આપીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. દવાના મટીરિયલસ માટે ખોટા પરચેઝ ઓર્ડરના નામે મેઈલ કરીને જામનગરના વેપારી પાસે વારાફરતી પૈસા પડાવવામાં આવ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.