Abtak Media Google News

હોમ આઈસોલેટ વ્યક્તિની ઘરે જ તપાસ કરાશે

વેરાવળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા દસ દિવસ સુધી ૧૧ સ્થળે નિશૂલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલ વેરાવળ, અર્બન હેલ્થ સેન્ટર(હરસિધ્ધી સોસાયટી, વેરાવળ) અને સરકારી હોસ્પિટલ પ્રભાસ-પાટણ ખાતે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમ્યાન ઉપરાંત જૈન દેરાસર હોલ વેરાવળ, કાશી વિશ્ર્વનાથ મંદિર, પટણી હોલ લાબેલા, કેવટ ભુવન ભીડીયા, ઓક્શન હોલ (ભીડીયા બંદર), એસોસિએશન હોલ (જી.આઈ.ડી.સી.ગેટ.નંબર-૨), ક્ધયા શાળા નંબર-૨, (મિનરવા આઈસ્ક્રીમની સામે), ક્ધયા શાળા, (ડો.સાવલિયાના દવાખાનાની સામે) સહિતના સ્થળોએ સવારે ૧૧ થી ૩ વાગ્યાના સમય દરમ્યાન નિશૂલ્ક કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસના લક્ષણ જણાય આવે તો અચુક શંકાસ્પદ દર્દીઓએ કોરોના વાયરસનો રેપીડ ટેસ્ટ કરાવવો જોઈએ. કોરોના વાયરસની ગભરાવવાની જરૂર નથી માત્ર સાવચેતીની જરૂરીયાત છે. રેપીડ ટેસ્ટમાં કોરોના વાયરસ પોઝીટીવ આવે તો ઘરે વ્યવસ્થા હોય તો દર્દીને તેમના ઘરમાં જ હોમ આઈસોલેશન કરવામાં આવશે. અને આ દર્દીઓની આરોગ્ય કર્મચારી દ્વારા રોજે-રોજ ઘરે જ મુલાકાત લઈને આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.