Abtak Media Google News

 

મફતની લ્હાણી ભારતીય રાજનીતિમાં નવી નથી, 1967માં  તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ચોખાની લ્હાણીની જાહેરાત કરી હતી  એ સિલસિલો હજુ થંભ્યો નથી

 

ડો. ભીમરાવ આંબેડકરે પોતાના ‘વાણ્યમ’માં સ્પષ્ટ  જણાવ્યું છે કે રાજકીય અને જાહેર જીવનમાં વ્યકિતએ પોતાનું ચારિત્ર્ય શુધ્ધ રાખવા મફતનું લેવું કે દેવું ન જોઈએ ! આજે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા શું કરે છે તેકહેવાની જરૂર છે ખરી?સ્વામી વિવેકાનંદ એકવાર અમેરિકા ગયા હતા.રસ્તા પરથી પસાર થતા હતા એવામાં એક છોકરો એમની પાસે આવી એમની સામે છાપુ ધરી અને ખરિદવા માટે વિનંતિ કરી.છોકરો દેખાવે સારો હતો , સ્વચ્છ કપડા પહેર્યા હતા , તબિયત પણ સારી , આંખોમાં ચમક હતી.સહજ મનમાં વિચારતા હતા છોકરો કદાચ અનાથ હશે અથવા તો મા-બાપ ગરિબ હશે…આ દયમ્યાન પેલા છોકરાએ ફરી વિનંતિ કરી.સાહેબ છાપુ લઇ લો , કિંમત ફકત એક પેની જ છે.

કહ્યું હું સંન્યાસી છું.મારે છાપાની શી જરુર નથી.છોકરોએ પણ પાછી પાની ન કરી.તેણે આગ્રહ જારી રાખ્યો.છોકરાની મક્કમતા અને કોમળતા જોઇ સ્વામીજી મીઠાશ થી બોલ્યા બેટા માઠું ન લગાડતો પણ તારા જેવી કુમળી વયનાં બાળકને ગુજરાન ચલાવવાં છાપાં વેચવા પડે છે ? તારા ગુજરાનની કોઇ વ્યવસ્થા નથી કરતું ? તું ગરીબ મા-બાપનો દિકરો છે ? તું ઘર છોડીને ભાગી આવ્યો છે ? આખરે છોકરો વિનયપુર્વક બોલ્યો ’સાહેબ આમાંનું કંઇ નથી.મારે ઘર,મા-બાપ , ભાઇ-બ્હેન બધું છે.મારી પાસે બચતનાં 50 ડોલર પણ છે , હું નિયમિત સ્કુલ પણ જાઉં છું.મારા શરિર પરનાં કપડા પણ મારી પોતાની કમાઇનાં છે.મારી સ્કુલ ફી પણ હું જાતે ભરું છુ.મારા મા-બાપ મારુ બધુ નિર્વહન કરી શકે એટલા સુખી સ્થિતિ વાળા છે.છતાં અમને સ્વાવલંબી બનવા પ્રોત્સાહન આપવામાં આવે છે.હવે તમે કહો આપે મારા પર દયા ખાવાની શી જરુર ? દિલગીર થવું પડે એવું કશુ જ નથી.સ્વામીજીએ તુરંત છાપુ તો ખરિદી જ લીધું.પરંતું મનોમન વિચારવા લાગ્યા કે આ બાળકનું ખમીર તો જુઓ કેટલું બુલંદ છે.

આ સ્વાશ્રયી બાળકની ભાવનાં કેટલી ઉચ્ચ છે.હે ભગવાન મારા દેશનાં બાળકોને આવા જ સ્વાશ્રયી બનાવ. જે દેશમાં આજથી 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતા દ્રારા ઉપદેશ કર્યો હોય કે કામ કરતો જા , હાક મારતો જા ,મદદ તૈયાર છે , મફતનું લઇશ નહીં.જયાં શ્રમ અને રોજગાર મંત્રાલયનો મંત્ર હોય શ્રમેવ જયતે , જયાં પાંડુરંગદાદા જેવા આધ્યાત્મીક મહાપુરુષોએ સ્વાધ્યાયં મા પ્રમદ:નો ઉપદેશ કર્યો હોય , જયાં શિક્ષકો વિદ્યાર્થીઓને ’પરિશ્રમ એ જ પારસમણી ’ નાં જીવનમંત્રનું જ્ઞાન આપતા હોય , જયાં ’પહાડી માણસ ’તરીકે વિખ્યાત દશરથ માંઝી જેવા એક સામાન્ય માણસે પરિશ્રમની પરાકાષ્ઠા કરી 22 વર્ષ સુધી પોતાનાં હથોડાથી એકલપંડે પહાડી કાપી 55 કીમીનું અંતર 15 કીમીમાં બદલ્યું હોય , જે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમને જ પરમધ્યેય માની વયફમ અને વયફિિં ની સાથે વફક્ષમ નાં શિક્ષણને મહત્વ આપ્યું હોય.જે દેશનાં કૃષકો, વૈજ્ઞાનિકો,ડોકટરો ,વકીલો , સૈનિકો વગેરે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હોય એ દેશનાં બાળકમાં પણ સ્વાશ્રયની ભાવનાં ઉતપન્ન થાય એવું સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ શા માટે વિચાર્યું હશે ????

તો જવાબ છે આપણા દેશ અને સમાજમાં વ્યાપ્ત થયેલી ’મફત’ નું મેળવી લેવાની તિવ્ બનતિ વૃત્તિ.આપણી દશ લાખની ગાડી ચલાવવા આપણે એકદમ લીસો-સપાટ હાઇ-વે જોઇએ છે પણ ચાલીસ રુપિયાનો  ટોલ-ટેક્ષ ભરવાનું આવે એટલે તુરંત ખીસ્સામાંથી હોદ્દાનું કાર્ડ કાઢીએ ,ઘર તો કરોડો રુપિયાનું બનાવીએ પણ એનાં સિમેન્ટ , સળીયા , વગેરે ખરીદવા સમયે ૠજઝ વગરનું બીલ માંગી રોકડામાં રુપિયા આપી ટેક્ષ બચાવવાનું ગુમાન કરીએ છીએ.પગાર લાખોમાં લઇએ છીએ પરંતુ ઈન્કમટેક્ષ ભરવાનું આવે ત્યારે ઓછામાં ઓછો ટેક્ષ કેમ કપાય એ માટેનાં જરુર પડ્યે અપ્રમાણિક રસ્તાઓ અપનાવીએ છીએ.વિજળી ચોવીસ કલાક જોઇએ છીએ એની સામે હજુ પણ લંગર નાંખવાનો સ્વભાવ જતો નથી.બસો કે ટ્રેનો ની સુવિદ્યા વિશ્ર્વકક્ષાની જોઇએ છે પણ જો ભાડુ બે રુપિયા પણ વધે તો રોડ પર આવી જઇએ છીએ.કયારેય વિચાર કર્યો છે ? કે જો હું ઘરમાં ઓછુ કમાઇને રોજ સિરા-પુરીનું જમણ માંગુ અથવા એસી વાળો રુમ સુવા માટે માંગુ તો કેમ આવે ?

અરે હદ તો ત્યારે થાયકે જયારે ગરિબ સિંગ કે દ્રાક્ષની લારીએ લેવા ઉભા હોય 250 ગ્રામ અને ઉભા ઉભા ચાખવામાં મફતમાં એટલુ ખાઈ જઇએ.એમાં વાંક કોઇ સંસ્કારોનો નથી , પણ પડી ગયેલી એક આદતનો છે.કયારેય વીચાર્યું છે કે ? સ્વાસ્થ્ય-પાણી-વિજળી-સંરક્ષણ-રોડ- રસ્તા એ બધુ તો જ સારી કક્ષાનું ઉપલબ્ધ થશે જો આપણે પ્રામાણીકતાથી વેરા ભરીશું અને મફતવૃત્તિમાંથી છુટકારો મેળવીશું.હકીકતમાં તો ભારત આ સંસ્કારોનો દેશ નથી.અહીં આદિ-અનાદીકાળથી રુષી-મુનિઓનાં આશ્રમમાં ભગવાને પણ લાકડા કાપવા જંગલમાં જવુ પડતુ.મફતનું લેવામાં તો દ્રારિકાધીશનં મિત્ર સુદામાં પણ બોલી ન્હોતા શક્યા.ભારત ઉત્તર થી દક્ષીણ અને પુર્વ થી પશ્ર્ચિમ એક નખશિખ પ્રામાણીક દેશ છે એવું 1835 માં શિક્ષણવિદ મેકોલેએ એક પત્રમાં લખેલું છે.

હકીકતમાં ૂયહરફયિ તફિંયિં ની વિભાવના અંગ્રેજોનાં શાસન દરમ્યાન પશ્ર્ચિમી સભ્યતામાંથી ભારતમાં પ્રવેશી અને એમાંથી જન્મ થયો મને મફતમાં મળતા હકો અને અધીકારોનું શું ? દેશે મને શું શું આપવું જોઇએ ?? પણ એની સામે વિદેશોમાં એ હકોનું પણ થોડા ઘણા પ્રમાણમાં અનુશાસન છે , શિસ્ત છે.એટલે જ તો અમેરિકાનાં રાષ્ટ્રપત્તિનું એ વિધાન ’ઉજ્ઞક્ષિં ફતસ ૂવફિં ુજ્ઞીિ ભજ્ઞીક્ષિિું ભફક્ષ મજ્ઞ રજ્ઞિ ુજ્ઞી , ફતસ ૂવફિં ુજ્ઞી ભફક્ષ મજ્ઞ રજ્ઞિ ુજ્ઞીિ ભજ્ઞીક્ષિિું’ ને ત્યાંનાં લોકોએ આત્મસાત કર્યું છે.પરંતુ આઝાદી પછી આપણે ત્યાં અમલમાં આવેલી પ્રજાભિમુખ લોકશાહી , એ ચલાવવા માટે પાંચ વર્ષિય સરકારો , રાજનિતિ , પક્ષીય રાજકારણે કોઇપણ પ્રજકીય કે દેશહિતનાં કાર્યો અપેક્ષા મુજબ કર્યા ન હોય એટલે ચુંટણી ઠાણે આવી મફતની લ્હાણીઓ કરવાની પ્રથા શરુ થઇ અને આપણને એ મફતનું લેવાનાં આનંદની શરુઆત.પછી એ ભજીયા પાર્ટી પણ કેમ ન હોય. ભારતિય રાજનિતીમાં આમ તો ’મફત’ નાં વચનોની લ્હાણીનો રોગ ઘણો જુનો છે.જેની શરુઆત ઇ.સ.1967 માં તામિલનાડુ વિધાનસભાની ચુંટણી સમયે થઇ.એ સમયે ’દ્રમુક’ પાર્ટીએ એક રુપિયા માં દોઢ કિલો ચાવલ આપવાનું એવા સમયે વચન આપ્યું જયારે દેશમાં અનાજની ઉણપ હતી.પરિણામ ’દ્રમુકે’ તામિલનાડુમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો.

પછી તો આ ગાડી ચાલી નિકળી.હકીકતમાં અર્થશાસ્ત્રીઓ આને બિઝનેસ મોડલ ગણાવે છે , ઉત્પાદક પોતાનું વેચાણ વધારવા માટે આવી ’ફ્રી’ ની સ્કીમ બજારમાં મુકતા હોય છે.એટલે એક અર્થમાં રાજકારણનું વ્યવસાયીકરણ થયું.એક સમયે આનાં જ ભાગરુપે કોંગ્રેસે ’ગરીબી હટાવો’નો નારો આપ્યો.પરિણામ ગરિબીનાં મુળીયા વધારે ઉંડા ગયા.મનરેગા વિષે પણ આવુ જ કહેવાય છે કે તગારાની માટી અહીંથી ઉપાડી ત્યાં નાખવી એ પણ શ્રમનો વ્યય જ થયો.પણ રોજગારીના નામે આ ચાલ્યુ.આ વારસાને દિલ્હીનાં મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલ એક નવી ઉંચાઇ પર લઇ ગયા, જયાં 300 યુનિટ સુધી વિજળી ફ્રી , બસમાં મુસાફરી ફ્રી વગેરે વગેરે અને આ લ્હાણી એ વર્તમાનમાં પંજાબમાં કરી રહ્યા છે.દિલ્હીમાં તો પરિણામ પ્રજાએ અનુભવ્યુ કે એક જગ્યાએ બધુ મફત આપ્યા પછી શ્ર્વાસ લેવા માટે જરુરી ઓક્સિજનનાં પરિવહન માટે ટેંકર ન્હોતા ,એટલે શ્ર્વાસ તુટયા.છઠ્ઠપુજાનાં દિવસે જયારે બ્હેનો નદીએ અર્ધ આપવા પહોંચી ત્યારે પ્રદુષણનાં ફીણાઓથી યમુના ભરેલી હતી.જયારે પાંચ રાજ્યોની ચુંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ આવા જ ’મફત’નું બિઝનેસ મોડલ ફરી મતદારો સમક્ષ લાવ્યા છે અને મતદારો પણ પોતાનાં દેશ અને સમાજનું લાંબાગાળાનું હિત ભુલી ક્ષણીક લાભ પાછળ ભાગે છે પછી ભલે ગુંડા અને માફીયાઓ બ્હેન-દિકરીને સરાજાહેર અપમાનિત કરે કે સંપતિ હડપે.

આ પાંચ રાજયોનું કુલ દેવું રુ.10 લાખ કરોડ છે એમાંથી બહાર આવવાનો માર્ગ કોઇએ બતાવ્યો નથી કે કોઇએ પુછ્યો નથી આ પણ એક દુર્દેવતા જ છે.સ્વીત્ઝરલેન્ડ એક એવો પ્રામાણીક દેશ છે કે જયાં ગમે તેટલી આવક મેળવતો નાગરિક સ્વેચ્છાએ 40% ઇન્કમટેક્ષ ભરે છે.આ દેશનાં 80 વર્ષથી ઉપરનાં નાગરીકોને માસિક પેન્શન આપવાનું ઠેરાવાયું ત્યારે ત્યાંના વદ્ધોએ સ્વેચ્છાએ એ લેવાની ના પાડી.કદાચ આવા કારણોસર જ એને ધરતી પરનું સ્વર્ગ કહેવાતુ હશે.તો સામા પક્ષે 2012-13 માં જ્યાં ફુગાવાનો દર 20% થી પણ નીચે હતો એવો સમૃદ્ધ દેશ વેનેઝુએલાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ અને પ્રવર્તમાન રાષ્ટ્રપતિ મેડ્યુરો ની મફત વહેંચવાની નિતીનાં કારણે 2019 આવતા તો એવી સ્થિતી થઇ કે જીડીપી તળીયે ગયો અને ફુગાવો 13,00,000% થઇ ગયો. ખાવા ટેવાયેલી પ્રજા તિજોરી ખાલી થતાં થયેલા અસહ્ય ભાવ વધારાથી રસ્તા પર ઉતરી આવી.રાજધાની ઝહાનાઉઝેનમાં લુંટફાટ મચી ગઇ અને હિંસક અથડામણો થઇ.આ તોફાનો આખા દેશમાં ફેલાયા છે.મફતખોર વૃત્તિનાં કારણે આ બંન્ને દેશોમાં અત્યારે કહેવાય છે કે કોથળો ભરિને રુપિયા લઇને જાવ ત્યારે એક બ્રેડનું પેકેટ માંડ મળે.

ભ્રષ્ટાચાર , ટેક્ષ બચાવવા રોકડમાં વ્યવહાર , ચુંટણી ટાણે મફત આપવાનાં વચનો ,આ બધી મફતવૃતિને પાળીપોષી દેશમાં ભય-અરાજકતા-બેરોજગારી- દેવાળીયા પણાનું સર્જન કરે છે.દેશ અને સમાજ અસ્થિર , અશાંત બને છે.આજે મીઠો લાગતો મફતનો રોટલો આપણા માટે જ અને નહીતર આવનારી પેઢી માટે કડવો બની શકે છે.આ માટે બિજુ કોઇ નહી આપણી મફતનું લેવાની વૃત્તિ જ જવાબદાર બનશે.આપણાં પુર્વજો કહેતા કર્જ કરીને ઘી નો પીવાય , પછેડી હોય એટલી જ સોડ તણાય.દેશ કે રાજ્યની સરકારો પાસે એટલી જ અપેક્ષા રખાય જેટલુ આપણે ચુકવીએ છીએ.બાકી લ્હાણી કરતા રાજકારણીઓ કંઇ કમાવવા જતા નથી કે એના ખીસ્સામાંથી તમને આપે.આતો ગામનું છે ને ગામ ખાય મુસા ભાઇના વા’ને પાણી જેવું છે.આખરે દેશ આપણો છે આપણે એને ચલાવવાનો છે..ફોર ધી પીપલ,બાય ધી પીપલ, ઓફ ધી પીપલ…દેશ માટે કંઇક આપી દેવાનું વિચારીએ…દેશ હમે દેતા હે સબકુછ હમ ભી તો કુછ દેના શીખે તો કદાચ આવનાર સમયનાં વિવેકાનંદે મનમાં નહી વિચારવું પડે કે ’ભગવાન મારા દેશનાં બાળકોને આવા જ સ્વાશ્રયી બનાવો’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.