મફત…મફત…મફત…ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ નોકરી સહિત ખેડૂતોને દેવા માફી આપવા માટેની લાલચો આપવાનું શરૂ કરી દીધું

કોના બાપની… ચૂંટણી આવતા રાજકારણી દેશ વહેંચવા નીકળી પડયા

અબતક, નવીદિલ્હી

આવતીકાલથી પાંચ રાજ્યોની ચૂંટણી શરૂ થઇ રહી છે ત્યારે હર હંમેશ ચૂંટણી આવતાંની સાથે જ રાજકારણીઓ દેશ વેચવા નીકળી પડતા હોય છે અને સ્થાનિકોને અનેકવિધ પ્રકારે લોલીપોપ અને લોભામણી લાલચો આપતા હોય છે કે તેઓને સરકારી નોકરી આપવામાં આવશે ખેડૂતોને દેવામાફી કરી દેવાશે વિગેરે વિગેરે. તો તેઓને એ વાતનો સહેજ પણ અંદાજો હોતો નથી કે તેઓ ખરા અર્થમાં કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે શું તેઓને દેશ વેચવો છે? વિવિધ રાજકીય પક્ષો દ્વારા જે વાયદાઓ અને વચનો ચૂંટણી પૂર્વે આપવામાં આવતા હોય છે તેનાથી દેશને ઘણી નુકસાની આર્થિક રીતે પડે છે પરંતુ બે ગંભીરતા એક પણ રાજકીય પક્ષોમાં જોવા મળતી નથી ત્યારે કહી શકાય કે રાજકીય પક્ષો માટે કોના બાપની દિવાળી..?

ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટીએ તેના મેનિફેસ્ટો માં મહિલાઓને 33 ટકા અનામત આપી સરકારી નોકરી આપવાના નિર્ણય કર્યા છે અને આ અંગેની જાહેરાતો પણ કરી છે એટલું જ નહીં ખેડૂતોને દેવામાફી અંગેની વાત પણ પંજાબ સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે કરવામાં આવેલી છે ત્યારે શું ખરા અર્થમાં આ તમામ વચ્ચેનો સાર્થક થઇ શકશે ખરા ? એ જો આવકનો સાર્થક થાય તો તેની અસર ભારત પર અને દેશના અર્થતંત્ર ઉપર કેટલા અંશે પડશે ? એટલું જ નહીં સમાજવાદી પાર્ટીએ એવી પણ જાહેરાત કરેલી છે કે તેઓ લઘુતમ ટેકાના ભાવ દરેક પાક ઉપર આપશે અને પંદર દિવસના નિયત સમયમાં જ શેરડીના બાકી રહેલું પેમેન્ટ પણ ખેડૂતોને ચૂકવી દેશે.

સામે પંજાબમાં પણ ચૂંટણી પૂર્વે એ અંગે જાહેરાત કરાઈ છે કે જે ખેડૂતો પાસે પાંચ એકરથી ઓછી જમીન છે અને તેના ઉપર જો કોઈ કરી જ હશે તો તે તમામ ખર્ચ પંજાબ સરકાર માફ કરશે. એટલું જ નહીં દરેક ગામડાઓને 24 કલાક વીજળીની સાથોસાથ દરેક સ્થાનિક લોકોને 300 યુનિટ થ્રી ઉર્જા આપવા માટેના પણ વચનો કરવામાં આવ્યા છે અને જે પછાત જ્ઞાતિ ના લોકો છે અને તે જ્ઞાતિની મહિલાઓને સબસીડી અને લોન પણ આપવામાં આવશે કે જે ડેરી ઉદ્યોગ સહિતના ઉદ્યોગો શરૂ કરવા માંગતા હોય. તમામ જાહેરાતો પાછળ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે અંગેની જાહેરાતો કરવામાં આવી છે તેનું ભવિષ્ય કેટલું અને જે જાહેરાતો કરાય છે તે ખરા અર્થમાં સાર્થક છે ખરી અને જો સાર્થક હોય તો તેની અસદ ભારતના અર્થતંત્ર ઉપર કેટલા અંશે પડશે તે પણ એટલું જ જરૂરી છે.