Abtak Media Google News

મેનેજમેન્ટ એક્ષ્પર્ટ વૈશાલીબેન માનસેતા અને ગૌરવ ત્રિવેદી માર્ગદર્શન આપશે; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રોજગાર લક્ષી તાલીમ તથા સ્ટાર્ટઅપ બીઝનેસ જાગૃતતા અંગે આગામી તા.૨૨ના રોજ રવિવારે ગોલ આંતરપ્રિન્યોરશીપ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશમા નોકરીયાત કે બેરોજગાર શિક્ષીત કે અશિક્ષીત વિદ્યાર્થી હોય કે ગ્રેજયુએટ અથવા તો બીઝનેસ શરૂ કરવા વિચારી રહેલ શાહસીક દરેકને એક જ પ્રશ્ર્ન મુંજવે છે. નોકરી અથવા ધંધામાં સ્થિરતા.

જેવી રીતે આપને નોકરીની જરૂર છે. એવી જ રીતે સ્થાયી થયેલ કંપનીઓને સ્માર્ટ ઉત્સાહી કર્મચારીઓની જરૂર છે. આજ જટીલ સમસ્યાના નિવારણ માટે ગોલ આંત્રપ્રેન્યોર દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન પી.૫૦૫, પ્રમુખ સ્વામી આર્કેડ માલવીયા ચોક યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

જેમાં વિકસી રહેલા ક્ષેત્ર જેવા કે ઈમ્પોર્ટ એકસપોર્ટ, ગ્રાફિકસ તથા કોમ્પ્યુટર, ડિજિટલ માર્કેટીંગ, ઈવેન્ટ મેનેજમેનટ સેલ્સ માર્કેટીંગ, ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેટ રિયલ એસ્ટેટ તથા હોટેલ મેનેજમેન્ટ ક્ષેત્રે નોકરી તથા વ્યવસાયની વ્યાપક તકો રહેલ છે, જો આપની પાસે કાબેલીયત હોય તો ઉચ્ચ પગારથી સારી નોકરી મેળવવી ખૂબજ સરળ છે.જેની પૂરી માહિતી આપવામાં આવશે.

મનાય છે કે બીઝનેસ સ્ટાર્ટઅપ માટે કોઈ ઉમર બાધ્ય હોતી નથી પરંતુ જોખમ જરૂર રહેલ હોય છે. આ જોખમને આયોજન પૂર્વક ઘટાડવા અને સ્થિર થયેલ ધંધાને વધુ આગળ વધારવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

રાજકોટની જનતા માટે ખૂબજ ઉપયોગી સેમિનારને સફળ બનાવવા માટે મેનેજમેન્ટ એકસપર્ટ વૈશાલીબેન માનસેતા તથા ગોલ આંત્રપ્રેનયોરના ફાઉન્ડર ગૌરવ ત્રિવેદી માર્ગદર્શન આપશે.

આ સેમીનારનું આયોજન રવિવારે સવારે ૧૧ કલાકે અને સાંજે ૪.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. સમયની અનુકુળતા મુજબ નામ નોંધણી કરવી શકાય છે.

દરેક ધંધાર્થી નોકરીયાત, બેરોજગાર, વિદ્યાર્થી ગ્રેડયુએટ અથવા નોન-ગ્રેજયુએટ આ સેમિનારમાં જોડાવા માટે પોતાનું નામ તથા ઉમર તથા અનુકુળ સમય ૮૮૪૯૦૦૮૭૫૦ પર વોટસપ્પ કરવાનું રહેશે. સેમીનારમાં વધુને વધુ લોકો જોડાઈ તે માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.