નાની કંપનીઓને ક્યુઆર કોડની કડાકૂટમાંથી છુટ્ટી!

કંપનીઓને ૨૦૨૧ના માર્ચના અંત સુધીનો સમય મળ્યો

કેન્દ્ર સરકાર દ્વારા કંપનીઓને રાહત આપતો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે જીએસટી અંતર્ગત તાજેતરમાં ક્યુ આર કોડના નિર્માણને લઇ કંપનીઓને આદેશ આપ્યા હતા કંપનીઓ અને ગ્રાહકો વચ્ચે ક્યુ આર કોડ ના માધ્યમથી વ્યવહાર થાય તે માટે પ્રયાસ થઇ રહ્યાં છે.

કંપની અને ગ્રાહક વચ્ચે થતા વહેવારોમાં ક્યુ આર કોડનું નિર્માણ કરવું અને તેનો ઉપયોગ કરવા માટે સરકારે આદેશ આપ્યા હતા. અલબત્ત આ નિર્ણયને આગામી માર્ચ મહિના સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. માર્ચ મહિના સુધીમાં કંપનીઓએ પોતાના ક્યુ આર કોડ તૈયાર કરી લેવા પડશે.

સરકારના નિર્ણયના કારણે કંપનીઓને મોટી રાહત થઇ છે. ઘણી કંપનીઓ એવી હતી જેની પાસે ક્યુ આર કોડના નિર્માણને લઇ સમય નહતો. હવે આ નિર્ણય છેક માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. જેથી કંપનીઓને સમય મળી ગયો છે. અલબત્ત ઘણી કંપનીઓ એવી પણ છે જે ક્યુ આર કોડના નિર્ણયનો વિરોધ કરી રહી છે.