Abtak Media Google News

સેવાકાર્યનું લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા

માનવ કલ્યાણ મંડળ દ્વારા તાજેતરમાં લોકસેવા અર્થે દર્દીઓની નિ:શુલ્ક સારવાર સાથે દવાઓ આપવાના કાર્યનું લોકાર્પણ મંત્રી જયેશભાઇ રાદડિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

માનવ કલ્યાણ મંડળ સંસ્થાના ચેરમેન-મુકેશભાઇ મેરજા, પ્રમુખ-ગીતાબેન પટેલ, મહામંત્રી-વિભાબેન પટેલ, દ્વારા રાજકોટ યુનિ.રોડ ખાતે એક વધુ નવી સેવા અંતગર્ત તાજેતરમાં નિ:શુલ્ક દવાખાનાં સાથે દવાઓ પણ ફ્રી સેવાનું લોકાર્પણ જયેશભાઇ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગોંવિંદભાઇ પઠેલ, ધારાસભ્ય ગોવિંદભાઇ રણપરીયા, ચેરમેન રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ, વી.એમ. સખીયા, જનરલ મેનેજર, રાજકોટ જીલ્લા સહકારી બેંક, નાથાભાઇ કાલરીયા, ચેરમેન, સમસ્ત પાટીદાર સમાજ, વલ્લભભાઇ વાડારીયા, હાઇ-બ્રોન્ડ સિમેન્ટ, મનસુખભાલ ચાંગેલા, ઉદ્યોગપતિ, દેવશીભાઇ સવસાણી,  ચેરમેન, ધી ગુજરાત પિયત સહકારી સંઘ, રૂપાબેન શીલુ, ચેરમેન, આઇ. સી. ડી. એસ, મહાનગરપાલિકા રાજકોટ, જાગૃતિ ભાણવડીયા, ડો. વી.એન. પટેલ, ડીન આર.કે.યુની. રાજકોટ, ડી.એન. કાસુન્દ્રા, અધિકારી સાહુકારધારો, મનહરભાઇ મેરજા, ડીએસપી ઓફીસ, મનુભાઇ મેરજા, જીવદયા પ્રેમી, મનસુખભાઇ હિન્સું, પીયુષભાઇ કણસાગર, બલવંત મેરજા, મિહિર ભીમાણી, ભાવનાબેન રાજપરા, ઉપ-પ્રમુખ, કાંતાબેન ફલદુ, ખજાનચી, શારદા ગોધાણી, રક્ષાબેન વાયડા, મનીષાબેન પટેલ, દેવીયાની માંકડ, મનીષા જાદવ, અને નિધિ શાપરીયા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

આ હોસ્પિટલમાં ડો. અશોક જી. ભટ્ટ એમ.બી.બી.એસ અને ડો. ગોવિંદભાઇ ભાલાળા બી. એ. એમ. એસ. ડોકટર્સ દ્વારા તમામ જનતા માટે નિ:શુલ્ક નિદાન, બ્લડપ્રેસર, ડાયાબીસીય તપાસ, બી.એમ.આઇ. ઓકસીજની તપાસ અને સાથે જરૂરી તમામ દવાઓ પણ બિલકુલ ફી આપવામાં આવશે. જેનો લાભ લેવા સંખ્યાના ચેરમેન મુકેશભાઇ મેરજજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન  પટેલ, દ્વારા જાહેર જતાને અપીલ કરવામાં આવે છે. સંસ્થાની ફ્રી સેવાઓ યુએસ.ની મલ્ટીવીટામીન ટેબલેટ, પ્રેગ્નન્સી વાલી બહેનોને પુરુ કોર્સ ૫ વર્ષ સુધીના બાળકોને ચશ્માં ન આવે તે માટે વીટામીન એ, અને ક્રુમી માટેની દવાઓ ગરીબ દીકરીઓના લગ્ન કરી આપશું. જરૂરીયાતમંદોને આધુનિક આશ્રમમાં આશ્રય ફ્રી હોસ્પિટલ જેમાં તપાસ અને દવાઓ પણ ફ્રી. સમાજના આવા સેવાકાર્યમા દાન આપવા ૩ ગંગા જમુના સરસ્વતી ટાવર, યુની. રોડ ખાતે અથવા ૦૨૮૧ ૨૫૭૧૦૩૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.