Abtak Media Google News

બે જોડીયા બાળકોના અર્ધા માસે જન્મ થયો: સારવારના પૈસા ન હોતા: ડો. સુનિલભાઇ બન્યા પરિવારના ભગવાન

હાલની મોધવારી સમયમાં મઘ્યમ પરિવાર માટે દવાખાનાની વાત આવે ત્યારે જયારે માથે આભ ફાડયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. આવા જ એક જામજોધપુર તાલુકાના નાના એવા ગામમાં મઘ્યમ પરિવારના ઘેરે અર્ધા માસે બે જોડીયા બાળકોનો જન્મ થતાં તેની સારવાર માટે પરિવાર પાસે પૈસા ન હોવાથી ભારે મુજાપો હતો   આવા સમયે ઇશ્ર્વર દરેક જગ્યાએ પહોંચી નથી શકતા પણ તેની જગ્થ્યાએ ઇશ્ર્વરનું બીજ સ્વરુપ એટલે ડોકટરને ગણવામાં આવે છે ત્યારે શહેરની શુભમ હોસ્પિટલના સેવાભાવી ડો. સુનીલ ભારાઇએ આ અશિક્ષીત પરિવાર ના બન્ને બાળકો આયુષ્યમાન યોજના હેઠળ તાત્કાલીક સારવાર આપી બન્ને જોડીયા બાળકોની જીંદગી બચાવી લીધી હતી.

પ્રાપ્ત થતી વિગતો મુજબ જામજોધપુર તાલુકાના મઘ્યમ પરિવારને ધવલભાઇ ભારાઇ નામના પરિવારના ઘરે અર્ધા માસે બે જોડીયા બાળકોનો જન્મ થયો પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. પણ બન્ને બાળકોને શ્ર્વાસ લેવામાં અને નબળાઇ જેવી તકલીફ થતા ઉપલેટા ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ડોકટર બન્ને બાળકોને ઓકિસઝન માસ્કથી સારવાર લેવી પડશે. તે ખર્ચાળ સારવાર ગણાય.

આ વાત શહેરની શુભમ હોસ્પિટલના ડો. સુનીલ ભારાઇ પાસે  વાત આવતા તેને પ્રથમ બન્ને બાળકોને સિધી સારવાર માટે દાખલ કરી દીધા ત્યારબાદ બન્ને જોડીયા બાળકોના પરિવારને બોલાવી જણાવેલ કે મે તમારા બન્ને બાળકો માટે સારવાર ચાાલુ કરી દીધી છે. તેને ઇન્કયુ બેટર જેવી માંથી સારવાર આપવામાં આવી છે તમારે પૈસાની ચિતા કરવાની જરુર નથી પણ જો તમારી પાસે આયુષ્યમાન યોજનાનું કાર્ડ હશે તો સરકારના નિયમ મુજબ ફ્રી સારવાર કરી આપવામાં આવશે આ વાત બાળકના માતા-પિતાને કરતા ધવલભાઇના મોઢા ઉપર સ્મીત રેલાઇ ગયું હતું. ત્યારે આ નબળા અને અશિક્ષિત પરિવારને સેવા ભાવી ડો. સુનીલ ભારાઇએ મહામહેનત કરી કાર્ડ વિશે માહીતી આપી કાર્ડ કઢાવવા માટેની પ્રોસીઝર ચાલુ કરાવી આપતા આ શિક્ષિત પરિવારના આંખમાંથી હર્ષના આંશુ આવી ગયા હતા અને ડો. સુનીલ ભારાઇનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.