Abtak Media Google News

 

મેયર ડો . પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન  પુષ્કરભાઇ પટેલ , મ્યુનિ . કમિશનર  અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન  પરેશભાઈ પીપળીયાની જાહેરાત

 

અબતક,રાજકોટ

કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળના સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ” આઝાદી કા અમૃત મહોત્સવ  ની ઉજવણીના ભાગરૂપે 1 થી 26 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમ્યાન  ફ્રીડમ 2 વોક એન્ડ સાયકલ ” ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે . આ ચેલેન્જમાં રાજકોટ સહીત સમગ્ર દેશના 75 થી વધુ સ્માર્ટ સિટી ભાગ લઇ રહ્યા છે. તેમ  મેયર ડો . પ્રદિપ ડવ , સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન  પુષ્કર પટેલ , મ્યુનિ . કમિશનર  અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન  પરેશભાઈ પીપળીયાએ જાહેરાત કરી છે.

આ ચેલેન્જના ભાગ રૂપે નિર્ધારિત સમયગાળામાં જે પણ શહેરમાંથી સૌથી વધુ નાગરિકો આ ચેલેન્જમાં ભાગ લેશે તે શહેરને કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે . આ ચેલેન્જના ભાગરૂપે નાગરિકો  રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને

1 થી 26 સુધી વોકિંગ અથવા સાયકલિંગ કરીને પોતાનું યોગદાન આપવાનું રહેશે.

વોકિંગ ચેલેન્જમાં ભાગ લેવા માટેની લિંક

https://www.aport.in/challenges/challenge/50e21374-5f2a-11ec-9eaf-8b4ae20ce2d7 સાયકલિંગ ચેલેજમાં ભાગ લેવા માટેની લિંક

https://www.allforsport.in/challenges/challenge/59ed606c-5f2b-11e-a227.0ba2ccd7c9696

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.