- ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ
- ડિમેન્શિયા બીમારીથી પીડિતની સ્ટોરી દર્શકોને કરાવશે થ્રિલર અનુભવ
- ભ્રમ ગુજરાતી સિનેમામાં કાંઈક નવું લાવવા માટે તૈયાર છે.
મિત્ર ગઢવીના ફેન્સ હોય તેના માટે ખાસ……જો તમે પણ મિત્ર ગઢવીના ફેન્સ છો અને તમને તેના ફિલ્મ જોવા ગમે છે તો થઈ જાઓ તૈયાર….ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે અને આ અનોખી વાર્તા પણ તેમના દ્વારા જ લેખિત છે. તેમજ કહેવાય છે કે ગુજરાતીઓને થ્રીલર મૂવીઝ નથી ગમતી એવું વિચારતા લોકો માટે આવી રહી છે “ભ્રમ”……..
અત્યંત વખણાયેલી ફિલ્મ હું ઇકબાલના મેકર્સ દ્વારા થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા કરવામાં આવી છે. તેમજ તે 16મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોનીની મુખ્ય ભૂમિકાઓ જોવા મળશે.
ફિલ્મનું એનાઉન્સમેન્ટ પોસ્ટર જોતાં જ ખ્યાલ આવે છે કે ગુજરાતી સિનેમા સ્ટોરીટેલિંગ અને ઈનોવેશનના ક્ષેત્રમાં એક નવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. તેમજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે અને આ અનોખી વાર્તા પણ તેમના દ્વારા જ લેખિત છે.
ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા, 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે. તેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પછી તેના જીવનમાં શું થાય છે અને શું ઉથલપાથલ આવે છે તે આગળ જતાં ખબર પડશે. પોતાની અનોખી વાર્તા, પાવરફૂલ પરફોર્મન્સ અને એક્સપેરિમેન્ટલ ડિજિટલ સ્ટ્રેટેજી સાથે, “ભ્રમ” ગુજરાતી સિનેમામાં કાંઈક નવું લાવવા માટે તૈયાર છે.