માતાના પ્રેમીના મિત્રો એ 11 વર્ષની તરુણીનું અપહરણ કરી,હવસનો શિકાર બનાવી

વાસનાંધ પીપળીયા અને નાગલપરના બે શખ્સોની ધરપકડ

કુવાડવા ગામમાં રહેતી 11 વર્ષની તરુણીને રસ્તામાં આંતરી બે શખ્સએ અવાવરૂ સ્થળે લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, અને બાળકીને રસ્તા પર છોડી નાસી ગયા હતા સમગ્ર ની વાત ભોગ બનનાર બાળકીએ તેની માતાને જાણ કરતા માતાએ મારકૂટ કરી હતી, કારણ કે દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમીના મિત્રો હોવાની જાણ થતાં તેને તેની સગી પુત્રીને માર માર્યો હતો.

આ અંગે અંતે સામાજિક કાર્યકરે જાગૃતતા બતાવી સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચાડતા પોલીસે ગુનો નોંધી બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે બંને આરોપીને ગુનો નોંધી ધરપકડ કરી છે. કુવાડવા ગામમાં રહેતી અને ત્યાંની જ પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી શનિવારે બપોરે શાળાએથી છૂટીને પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં આરોપીઓ પીપળિયા ગામનો વિશાલ ખીરા રો રિયા અને નાગલપરનો કિશન જેરામ દાદુકિયા ત્યાં ધસી ગયા હતા અને બાળકીને મોઢે ડૂમો દઇ અવાવરૂ સ્થળે લઇ ગયા હતા, જ્યાં બંને નરાધમોએ બાળકી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, અને બાળકીને ત્યાં જ છોડીને નાસી ગયા હતા.

નરાધમોનો શિકાર બનેલી બાળકી પોતાના ઘરે ગઇ હતી અને તેની માતા પાસે આપવીતી વર્ણવી હતી, તો માતાએ પુત્રીને સાંત્વના આપવાને બદલે અલ્પેશ નામના શખ્સ સાથે મળી બાળકીને ઘરમાં દોરડાથી બાંધી પ્લાસ્ટિકના પાઇપથી ફટકારી હતી. કારણકે અલ્પેશ ભોગ બનનારની માતા નો પ્રેમી હતો અને દુષ્કર્મ આચરનાર તેના પ્રેમીના જ મિત્રો હોવાથી તેની માતાએ તેની સગી પુત્રીને માર માર્યો હતો.

જેથી બાળકી ડરી જઈ પોતાના ઘરની બહાર રડતી હતી ત્યારે તેના મકાનમાલિકની તેના પર નજર પડી હતી, અને રડવાનું પૂછતાં બાળકીએ સમગ્ર ઘટના વર્ણવતા મકાનમાલિક ચોંકી ઉઠ્યા હતા. રવિવારે સવારે મકાનમાલિક રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી મુસ્તાકભાઇ બેલીમની ઓફિસે પહોંચ્યા . તેમને વાત કરી હતી જેથી મુસ્તાકભાઇ બાળકીને લઇને કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પીઆઇ જનકાંતે સમગ્ર ઘટનાની જાણ કરી હતી જેથી પોલીસે બાળકીને ઇજા થઇ હોવાથી તાકીદે ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,.

બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પીપળિયાનો વિશાલ અને નાગલપરનો કિશન અવાર નવાર તેને ઉઠાવી જતો હતો અને અગાઉ પણ અનેક વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે આ સમગ્ર ઘટના પર બંને આરોપીઓ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે.

સગીરાની માતાના પ્રેમીના મિત્રોએ જ દુષ્કર્મ આચર્યું

કુવાડવા ગામમાં રહેતી 11 વર્ષની તરુણીને રસ્તામાં આંતરી બે શખ્સએ અવાવરૂ સ્થળે લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચરનાર પીપળિયાના વિશાલ અને નાગલપરના કિશને બાળકીની માતાના પ્રેમી ના ક્ષ મિત્ર હોવાની ઘટસ્ફોટ થયો હતો. બાળકીના પિતાનું અવસાન થયું છે, તેની માતાને અલ્પેશ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ છે, જે બંને શખ્સોએ બાળકી પર દુષ્કર્મ આચર્યું તે અલ્પેશના મિત્રો હોવાથી તે બંનેના નામની જાણ હતી બાળકીએ ઘટના બાદ તેની માતાને જાણ કરતા તેની માતા એ તેના પ્રેમી અલ્પેશ સાથે મળી બાળકીને બાંધીને માર માર્યો હતો જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.