Abtak Media Google News

મહારાષ્ટ્ર હોટલ, રેસ્ટોરન્ટ એસો. દ્વારા જાહેર કરવામાં આવયું હતું. કે સોમવારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદર્વ ઠાકર દ્વારા રાજયમાં રેસ્ટોરન્ટ અને બાર ઓકટો મહિનાના પ્રથમ અઠવાડીયાથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ઓકટો. મહિનાના પ્રથમ અઠવાડીયાથી ધંધા ચાલુ કરવાની સિઘ્ધાંતિક મંજુરી આપ્યાની સાથે સાથે આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરીને સુરક્ષાના માપદંડોની જાળવણી કરવાનો અનુરોધ કર્યો છે. નેશનલ એસોસીએશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ અનુરાગ કટરિયાએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટના સંચાલન માટેના સુરક્ષા અંગેના માપદંડોની જાળવણીની શરતે ૪ થી ૮ ઓકટો દરમિયાન ધંધાઓ શરુ થઇ જાય તેવી આશાઓ ઉભી થઇ છે. બીજી તરફ મહામારી અને આથિંક મંદીની પરિસ્થિતિ સામે ઝઝુમી રહેલી આ પરિસ્થિતિ સામે ધંધા પુન: ધમધમતાં કરવા માટે એકસાઇઝ અને અન્ય ફીની બાકીની રકમમાં રાહત અને હપ્તા વાર ચુકવવાના વીકલ્પની માંગ કરવામાં આવી છે. તેમણે વિસ્તૃત્વ અહીં પણ એમ કહ્યું હતું છે. અત્યારે ટેકાની જરુર છે. અત્યારે સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખવામાં આવે છે.

પશ્ર્ચિમ ભારતના એસો. પ્રમુખ શેરી ભાટિયાએ જણાવ્યું હતું કે વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક છુટછાટની અપેક્ષા સાથે ઓકટોમ્બરના પ્રથમ અઠવાડીયે ધંધા ચાલુ થઇ જશે અને છ મહીના માટે એકસાઇઝ લાયસન્સ ફીમાં ઘટાડો થાય તેવી આશા સેવવામાં આવી છે. કયારે હોટલ બંધ કરવી અને કયારે શરુ કરવી અને એકસાઇઝ લાયસન્સ ફીના પ્રથમ હપ્તાની મુદત ૩૦-૯ સુધી દેવામાં આવી છે જે રેસ્ટોરન્ટ વાળાઓ માટે રાહત ‚પ છે.

મિશન બિગીંગની જાહેરાત બાદ બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે રેસ્ટોરન્ટને સરેઆમ ખોલવાની મજુરી આપવામાં નહી આવે અંદરથી રોકાયેલ મહેમાનો માટે સંચાલન કરવાની છુટ આપવામ)ં આવશે.

શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે મોટા ભાગના રેસ્ટોરન્ટ બંધ છે અને ચાલ્યા ગયેલા સ્ટાફને પાછો બોલવવાને જેથી ૧૦ દિવસ લાગશે મુંબઇમાં ૮૦૦૦ રેસ્ટોરન્ટ છે. તેમાંથી ૩૦ ટકા એ ધંધો આટોપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.