સોમનાથ દાદાના મંદિર થી શ્રીનાથજી સુધી પહોંચો માત્ર આટલા રૂપિયામાં, જાણો આ વિશેષ સેવા વિશે

સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરના ભક્તોની આસ્થાનું પ્રતિક છે. અહીં અનેક સેલીબ્રીટીઓ  અવાર-નવાર મહાદેવના ચરણોમાં શીશ જુકવવા માટે આવતા હોય છે ત્યારે ભોળાનાથના ભક્તો માટે સોમનાથથી નાથદ્રારા એસટી સ્લીપર કોચ બસનો આજથી પ્રારંભ થયો છે. નવી અને સુવીધાજનક આ સ્લીપર કોચ આજથી શરુ થતા પ્રથમ દિવસેજ હાઉસફુલ જોવા મળી હતી .

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ABPSS ના જીલ્લા પ્રભારી દિપક કકકડ  , જીલ્લા પ્રમુખ મિતેષ પરમાર  , નાનજી ચાવડા , યોગેશ સતીકુવર તેમજ લોકજાગૃતિ મંચના દિપક ટીલાવત, માધવરાયજી હવેલી ટ્રસ્ટ ના સભ્યો પોપટભાઈ પટેલ , એસટી ડેપોના કમઁચારીઓ સહીત ની ઉપસ્થિતમા લીલીઝંડી આપી આ એસટી બસનો વેરાવળથી પ્રારંભ કરાવ્યો હતો .

સોમનાથ થી નાથદ્રારા આજથી શરુ થયેલ સ્લીપર કોચ બસ કેશોદ એસટી ડેપો છે તે સોમનાથ 11 કલાકે દરરોજ પહોચી જશે ત્યારે 11:15 કલાકે ઉપડશે જે નાથદ્રારા સવારે 4:00 કલાકે પહોચાડશે અને ત્યા 12 કલાક રહ્યા બાદ બપોરે 4:00 કલાકે નાથદ્રારાથી ઉપડશે અને કેશોદ પહોચશે. કેશોદથી આ બસના ડ્રાઈવર અને કંડકટર બદલશે અને કેશોદથી લોકલ ભાડાથી ફરી સોમનાથ પહોચશે . સોમનાથ થી નાથદ્રારા નુ ભાડુ માત્ર 427 જેટલુ છે જેથી શિવ થી  શ્રીનાથજી આ બન્ને ધામીઁક સ્થળોને જોડતી સેવા એસટી વિભાગે શરુ કરતા વૈષ્ણવ સંપ્રદાય મા આનંદની લાગણી જોવા મળી છે ..