Abtak Media Google News

ચૈત્ર માસને ચંદન જેવી સુવાસ ફેલાવતા માસ તરીકે ઓળખવામાં આવે છે: ગુડી પડવો, રામનવમી, મહાવીર જયંતિ જેવા તહેવારો પણ ચૈત્રમાં આવે છે

આગામી રવિવારથી ચૈત્રી નવરાત્રીનો ભકિત મંગલકારી આરંભ થશે પહેલા નોરતે ઘર સ્થાપન અને માઁ શૈલપુત્રીની પુજા, બીજા નોરતે માઁ બ્રહ્મચારીણીની પુજા, ત્રીજા નોરતે માઁ ચંદ્રઘંટાની પુજા, ચોથા નોરતે માઁ કષ્માંડાની પૂજા, પાંચમા નોરતે માઁ સ્કંદમાતાની પૂજા, છઠ્ઠા નોરતે માઁ કાાત્યાયની પૂજા, સાતમાં નોરતે માઁ કાલરાત્રીની પૂજા, આઠમા નોરતે માઁ મહાગૌરીની પૂજા અને નવમા અને અંતિમ નોરતે માઁ સિઘ્ધીદાણીની પૂજાનું મહત્વ છે.

1490336561 4704રાજકોટના જાણીતા ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠાકરના જણાવ્યાનુસાર ભારતીય કાલગણના અનુસાર કાલવિભાજયના મુખ્ય પાંચ અંગ છે.

વર્ષ, માસ, દિવસ, લગ્ન અને મુહુર્ત દિવસ અને રાતના મળી કુલ ત્રીસ મુહુર્તો હોય છે. એક મુહુર્તઅલ અવધિ ૪૮ મીનીટની હોય છે. પ્રત્યેક મુહુર્તના વિવિધ નક્ષત્રો હોય છે. અને એ પ્રમાણે એની કાર્ય સિઘ્ધિ હોય છે. શુભ યોગ સમય, તીથી, વાર, નક્ષત્ર વિ. બને છે. આવા ઇષ્ટ, અનિષ્ટ ઘણા યોગો બને છે. આ ત્રિસ મુહુર્ત ઉપરાંત એક વિશિષ્ટ મુહુર્ત છે જેને વિજય યાને અભિજીત મુહુર્ત કહેવાય છે. જે બપોરના ૧૧.૩૪ થી ૧ર.૩૯ સુધીનો હોય છે.

લોક પંચાગ મુજબ ચારવણ પૂછયા મુહુર્ત કહેવાય છે.

હોળીનો પડવો અષાઢી બીજ

વર્ણ પૂછયું મુહુર્ત  તેરસને ત્રીજ

ધુળેટી, અષાઢી બીજ, ધનતેરસ અને અખાત્રીજ એ જ રીતે ચૈત્રી બીજ વિજયાદશમી અન વસંતપંચમીને પણ વિશિષ્ટ દિન ગણવામાં આવે છે. એટલે જ ચૈત્ર માસનો મોઘેરો મહિમા છે.

ચૈત્ર સુદ એકમે શાલિવાહન શકનો પ્રારંભ થાય છે. ૧૯૩૧ જેથી ઘણા પ્રદેશોમાં એને નુતન વર્ષ તરીકે મનાવવામાં આવે છે. કહેવાય છે કે શાલીવાન પ્ર્રજાપતિ એટલે કે કુંભાર પુત્ર હતા તેઓ માટીના પૂતળાના સૈનિક બનાવી તેને મંત્ર દ્વારા અભિમંત્રીક કરી સજીવન કરતા અને દુશ્મનો સામે લડતાવતા વાસ્તવમાં આ સંધિકાળમાં શરદી અને કફના ભરાવાને લઇ શરીર અચેતન યાને જડ જેવું થઇ જાય છે.

Navratri1

એમાં નુતન સંચાર કરવા પ્રાણ પુરવા મંત્ર યાને શકિતની સાચી અને તાતી જરુર રહે છે. અને એટલે જ શકિત  આરાધનાના શ્રેષ્ઠ સમય તરીકે આ દિવસોમાં દુર્ગતિનાશીની, સુખ કરણી, દુ:ખ હરણી મૈયા દુર્ગાના નવલા નવ નોરતા આવે છે. અને એટલે જ આ દિવસોમાં કફના વ્યાધિને તોડવા, અકસિર ઔષધ એવા લીમડાના પાનનું સેવન કરવાનો આદેશ આપણા આર્ષદ્રષ્ટા ઓએ આપ્યો છે. મનુષ્યના સ્વસ્થ સ્વાસ્થ્યની કેટલી ખેવના અને ઉમદા ભાવના આપણા આર્ષદ્રષ્ટા ઓની!

આ દિવસે વાલીના ત્રાસમાંથી ભગવાન શ્રીરામે પ્રજાને મુકત કરી હતી. તેની ખુશાલીમાં પ્રજાએ ઠેર ઠેર ગુડી (વિજયપતાશ્રી ફરકાવી એની ખુશાલી વ્યકત કરી હતી અમુક જગ્યાએ રાવણ પર ના વિજય પર્વ તરીકે પણ આને ઓળખાવાય છે.

ગુડ પડવો એટલે આસુરી શકિત પર દેવી શકિતનો વિજય રોગ, ભોગ પર યોગનો વિજય, નફરત પર પ્રેમનો વિજય પ્રસાદ કડવાશ પર મિઠાશનો વરસાદ અને એટલે જ આ દિવસે મહારાષ્ટ્રીયન લોકો એક બીજાને તલ ગોળ મિઠાઇ ખવડાવી આ તહેવારને વહાલયથી વધાવે છે. ગુડીનો મહારાષ્ટ્રીયન યાને મરાઠી ભાષામાં લાકડી થાય આ દિવસે તેઓ લાકડી ઉપર તેલ લગાડી, હળદર, કંકુ વડે સુશોભિત કરી તેના ઉપર નાની લોટી મૂકી પ્રેમથી પૂજા કરે છે અને ઘરમાં છાણનું લીંપણ કરી પાંચ પાંડવોની આકૃતિ કંડારી પૂજન કરે છે.

Pic 1 68

આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી એવું કહેવાય છે કે તો ભગવાન વિષ્ણુએ પણ આજના પુનિત દિને મત્સ્ય અવતાર ધારણ કરેલ તો સીંધી અને લોહાણાના આરાધય દેવ લાલ સાઇ ઝુલેલાલનું પણ આજ માસમાં ચૈત્રી બીજના દિવસે અસૂરોને હણવા અવની પર અવતરણ થયું હતું તો શંકર મોચન, અસુર નિકંદન અંજલી પૂત્રનું અવની પર અવતરણ આજ માસમાં થયું. તો અહિંસાના આરાક અને જૈનોના અંતરના આરાઘ્ય ભગવાન મહાવીસ પણ આજ મંગલમય માસે અવની પર અવતરણ કર્યુ તો માધવપુરનો માંડવો અને યાદવ કુળની જાન યાને ભગવાન શ્રી કૃષ્ણના શુભલગ્ન રૂક્ષ્મબીજી સાથે આજ માસમાં વિઘાર્થી હતો તો રધુકુળ ભુષણ રાજીવ લોચન મર્યાદા પુ‚ષોતમ ભગવાન શ્રી રામનો જન્મ પણ આજ માસમાં પુર્ણમયી નવમી યાને રામનવમીના જન્મ પણ આજ માસમાં પૂર્ણમયી નવમી યાને રામનવમીના પરમ પાવક, પ્રચઁડ પ્રભાવક દિને થયો હતો.

આમ આ ચહેકતા ચંદન જેવા શિતલ શાતા અર્યતો મધુરો માસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.