ફ્રાન્સથી આવેલા દંપતી પાસેથી રૂ. 2.80 કરોડના આઈ-ફોન મળી આવ્યા!!

આઈ-ફોનનો કાળો કારોબાર!!!

આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટની મદદથી દાણચોરી કરાતી હોવાની કસ્ટમ્સ વિભાગને શંકા:તપાસનો ધમધમાટ

જૂની ફિલ્મોમાં તમે જોયું જ હશે કે ડાગર કોઈ વિલનના પાત્રના લોકો રાત્રે દાણચોરીનો સામાન લઇને બીચ પર ઉતરી રહ્યા છે. તેમાં કાં તો શસ્ત્રો અથવા કોઈ નશીલા પદાર્થ હતા. પરંતુ આજકાલ, આઇફોનની દાણચોરી કરાઈ રહી છે.  આ ઘટના કર્ણાટકના બેંગલુરુની છે.  અહીં કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક (કેઆઇએ)ના કસ્ટમ અધિકારીઓએ એક દંપતી પાસેથી રૂ. 2.80 કરોડના આઇફોન કબજે કર્યા છે.

અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી.  તેમણે કહ્યું હતું કે, રવિવારે રાત્રે 206 સીલ કરેલા આઇફોન 12 પ્રો અને પ્રો મેક્સ સેલ ફોન કબજે કરવામાં આવ્યા છે.  આ બધા ફોન્સ સીલ કરાયા હતા.

પકડાયેલ દંપતી પાસે 37 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હતા.  તેઓ ભારતીય મૂળના છે પરંતુ તેની પાસે યુએસ પાસપોર્ટ હતો.  તે એર ફ્રાંસ એએફ 194 થી મુસાફરી કરીને આવ્યા હતા.  તેમણે 13 ફેબ્રુઆરીએ મુંબઇ છોડી દીધું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 49 વર્ષીય વૃદ્ધ અને તેની 38 વર્ષીય પત્નીના સમાનનું બેંગલોરના એરપોર્ટ પર જ્યારે સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે તેમના સામાનમાં કંઈક શંકાસ્પદ મળી આવ્યું હતું. જે બાદ સામાનની ખરાઈ કરતા આઈ-ફોનનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ હોવાનું અંકાઈ રહ્યું છે. આ કિંમત ભારતીય બજારને અનુરૂપ છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ દંપતી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા આ દિશામાં જ તપાસ કરાઈ રહી છે. નોંધનીય છે કે, દંપતીને એરપોર્ટ ખાતે મારુતિ આર્ટિગા કાર આવી હતી જે કારને પણ જપ્ત કરી લેવામાં આવી છે. દંપતીને કોર્ટમાં રજૂ કરતા 12 માર્ચ સુધીની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે મંજૂર કરી છે.