Abtak Media Google News
  • બંધ રહેણાંક મકાનમાંથી સોનાના દાગીનાની સાથોસાથ ચોકમાંથી બે બાઈકની પણ ઉઠાંતરી

રાજકોટ શહેરમાં તસ્કરોને જાણે હવે ખાખીનો ખૌફ જ ન રહ્યો હોય તેમ સતત ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. સરિતા વિહાર સોસાયટીમાં સ્થિત બાંધકામના ધંધાર્થીના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ. 15 લાખની રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ આગળ ચોકમાંથી બે બાઈકની ઉઠાંતરી કરી લેતા યુનિવર્સીટી પોલીસ દોડતી થઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સરિતા વિહાર સોસાયટીમાં ફક્ત ત્રણ માસ પૂર્વે જ રહેવા આવેલા જયપાલસિંહ હરપાલસિંહ ઝાલા મૂળ ખાટડી ગામ, સુરેન્દ્રનગરવાળા રાજકોટ ખાતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ગઈકાલે પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શનાર્થે ગયાં હતા. ત્યારે રાત્રીના સમયે મકાન બંધ હતું ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા.

તસ્કરોએ ઘરમાં પ્રવેશીને રૂ. 15 લાખની રોકડ અને સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. હજુ કુલ કેટલી માલમતાની ચોરી કરવામાં આવી છે તે અંગે હિસાબ મેળવી શકાયો નથી. તસ્કરો એટલી હદે બેખૌફ હતા કે, બાંધકામના ધંધાર્થીના બંધ મકાનમાંથી ચોરી કર્યા બાદ આગળના ચોકમાંથી બે બાઈકની પણ ઉઠાંતરી કરી ગયાં હતા.

પરિજનોએ દર્શન કરીને ઘરે પરત ફર્યા ત્યારે ઘરની સ્થિતિ જોઈને તેમને ચોરી થયાની જાણ થઇ હતી. જે બાદ યુનિવર્સીટી પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈ જે એમ કૈલા સહિતના અધિકારી-કર્મચારીઓ બનાવસ્થળે દોડી ગયાં હતા. પોલીસે ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા બે શખ્સો બાઈકની ઉઠાંતરી કરીને જતાં હોય તેવું સામે આવ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસનો ધમધમાટ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પરિવાર સાળંગપુર દર્શનાર્થે ગયો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા

સરિતા વિહાર સોસાયટીમાં ફક્ત ત્રણ માસ પૂર્વે જ રહેવા આવેલા જયપાલસિંહ હરપાલસિંહ ઝાલા મૂળ ખાટડી ગામ, સુરેન્દ્રનગરવાળા રાજકોટ ખાતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ગઈકાલે પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શનાર્થે ગયાં હતા. ત્યારે રાત્રીના સમયે મકાન બંધ હતું ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા.

સમાન વેતનના કાનુન ભંગમાં બીએસએનએલના તત્કાલીન મેનેજર નિર્દોષ ઈન્સ્પેકશન બાદ કર્મચારી સામે  તકરાર લેવામાં આવતા સેન્ટ્રલ લેબરમાં દાદ માંગી તી

રાજકોટ બીએસએનએલમાં કામદારોને પગારમાં ભેદભાવ રાખવાના સમાન વેતન ધારા કાનૂનનો ભંગ કરવા મામલે સેન્ટ્રલ લેબર એનફોર્સમેન્ટ વિભાગની 11 વર્ષ પહેલાની ફોજદારી ફરિયાદમાં અદાલતે તત્કાલીન જનરલ મેનેજરને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, લેબર એન્ફોર્સમેન્ટ ઓફિસર (સેન્ટ્રલ) દ્વારા સને 2013માં લોહાનગર બી.એસ.એન.એલ. ઓફિસમાં ઇન્સ્પેક્શન કર્યા બાદ એવી તકરાર લેવામાં  આવી હતી કે આ કચેરી દ્વારા કામદારોને પગારમાં ભેદભાવ રાખવામાં આવે છે, તેમાં સમાન વેતન ધારા 1976ની કલમ 10નો ભંગ થતો હોવા બાબતે અને જેમા દંડ તથા જેલની સજાની જોગવાઈ છે તે મતલબનો કેસ બીએસએનએલ રાજકોટના  જનરલ મેનેજર આર. આર. પટેલ સામે સને 2013માં કેસ દાખલ કરાયો હતો.

આ કેસમાં આરોપી આર.આર. પટેલ જનરલ મેનેજરને બતાવવામાં આવેલ હતા. પરંતુ એ.એલ. પટેલ હાજર થયા અને સને 2010માં જનરલ મેનેજર હતા. અને તેનું નામ અમૃતલાલ પટેલ છે તેમ જણાવતા આધાર પુરાવા રજુ કર્યા હતા. આમ છતા ફરિયાદીએ ફરિયાદમા નામ સુધારવાની તસ્દી લીધેલ ન હતી.

બાદમાં ફરિયાદ પક્ષે મુળ ફરિયાદી કોર્ટ સમક્ષ હાજર થયેલ ન હતા,  હાલના લેબર એન્ફોર્સમેન્ટ ઓફિસર હાજર થયેલ અને દસ્તાવેજો રજુ કરેલ. ઉલટ તપાસમાં તેમણે ફરિયાદની જાત માહિતી નહિ હોવાના જવાબો આપ્યા હતા, ત્યારબાદ રજુ થયેલ દસ્તાવેજો સમાન વેતન ધારાના બદલે ગ્રેચ્યુઇટી એકટ અંગેના રજુ કરેલ હતા જે કોર્ટમાં સાબિત કરી શક્યા ન હતા. આ ઉપરાંત આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ જુદા જુદા ચુકાદાઓ રજુ કરવામાં આવેલ અને કાયદાની જોગવાઈ મુજબ આરોપી નિ:શંકપણે સાબત થયા નથી તેવી રજુઆત કરેલ. જે ફોજદારી ન્યાયતંત્રનો મુળભુત અને પાયાના સિદ્ધાંત મુજબ ફરિયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી. અને તેથી આરોપી  પટેલને નિર્દોષ ઠરાવીને છોડી મુકેલ હતા. અત્રે યાદ રહે અધિકારી પટેલ નિવૃત થયા બાદ હાલ ગુજરાત બહાર રહે છે.

બીજી તરફ મૂળ ફરિયાદીએ કોર્ટે સમક્ષ હાજર રહી કેઈસ સાબિત કરવાની દરકાર કરેલ ન હતી. કોર્ટે તેઓના ચુકાદામાં આ અંગે ટીકા પણ કરી છે. આ કેસમાં અધિકારી વતી પૂર્વ જીલ્લા સરકારી વકીલ ગિરીશ કે. ભટ્ટ,  અને શૈલેષ એન. વ્યાસ રોકાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.