Abtak Media Google News

ભગવાન બુધ્ધ સ્વર્ગમાં એક જળાશયને કિનારે ટહેલી રહ્યા હતા. જળાશયમાં કમળ ખીલ્યાં હતા. કમળપત્રો પર જળકણ મોતી જેમ ચમકી રહ્યા હતા.

ટહેલતા ટહેલતાં ભગવાન તથાગતે સ્ફટીક સમાન પારદર્શી એવા તે સરોવરનાં જળમાં જોયું તો નીચે તળીયે નરકનું લાલચોળ તળાવ નજરે પડયું. તેમાં પાપાત્માઓ પોતાના દુષ્કર્મોના ફળ ભોગવી રહ્યા હતા સહસા ભગવાનની નજર કાંદાતા નામના અકે ડાકુ ઉપર પડી. તે ઘડીએ ઘડીએ નરકની અસહ્ય યાતના એનો માર્યો કણસતો ને ચીસ પાડી રહ્યો હતો.ભગવાનની આંખો સામે કાંદાતાની જીવન કથા નાચી ઉઠી,. આખુય જીવન એનું ચોરી, ડાકાટીમાં જ ગયું હતુ. કોણ જાણે કેટલા અબોલ પ્રાણીઓની તેણે હત્યા કરી હશે ! પણ આ દુષ્કર્મોની સાથે સાથે તેરે એક મંકોડીની પ્રાણરક્ષા પણ કરી હતી ઘટના એવી બની કે એ દિવસે કાંદાતા લૂંટફાટ કરીને મદમાં મસ્ત થઈ ને ચાલ્યો જતો હતો ત્યાં રસ્તમાં બરાબર તેનાં પગની નીચે જ એક મંકોડી ચગદાઈ જવા જતી હતી. કોણ જાણે શાથી કોઈ અજ્ઞાત પ્રેરણાથી જ કદાચ તેણે સહસા તેના ચરણ થંભાવી દીધા. તે મકોડીનો જીવ બચી ગયો.

જીવદયાનું આ સુકત્ય સ્મરણે આવતાંજ કરૂણામય ભગવાન તથાગતનું હૃદય પીજળી ગયું. તેઓ વિચારવા લાગ્યા કે હવે કઈ રીતે કાંદાતાને આ નરકની યાતનામાંથી બચાવું ? એ જ સમયે એમની નજર એક મકોડી પર પડી. બાજુમાં જ તે એક ચાંદી જેવી ઉજજવળ જાણ ગુંથી રહી હતી.

ભગવાને મકોડીની જાળનો એક તાંતણો લઈને તેને નરકના રકત સરોવરમાં લટકાવવો શરૂ કર્યો.

આ બાજુ નરકમાં કાંદાતા યાતના ભોગવી રહ્યો હતો, વેદનાનો માર્યો તેવારંવાર બેભાન થઈ જતો હતો. ભારે આર્તચીસો પાડી પાડીને તે કણસી ઉઠતો હતો.

સહસા તેની નજર ઉંચે ગઈ. તેણે જોયું કે એક પ્રકાશમય તાંતણો સ્વર્ગમાંથી નીચે પોતાની બાજુ લટકતો લટકતો નીચે આવી રહ્યો છે. તેનું સંતપ્ત મન પ્રસન્ન થઈ ગયું. તેણે વિચાર્યું કે, હું ભગવત-કૃપાથી પ્રાપ્ત થયેલા આ મુકિત તાતણાને પકડીને આ નારકીય યાતનાથી મૂકિત મેળવું.

હવે,જેવો તાંતણો તેની નજીક આવ્યો કે તરત જ તે ઝડપભેર તેને પકડીને તેના પર હર્ષોન્મત થઈ ચડવા લાગ્યો. પરંતુ આવી રીતે ચડવાનો હેવાયો હોવા છતાં તેનું શરીર જર્જરીત થઈ ગયું હોવાને કારણે તે થોડીવારમાં જ થાકી ગયો. વિસામો લેવાનો તેણે વિચાર કર્યો તેથી તે થોડુ અટકયો. અને તેણે નીચે જોયું તોની ભુટી ચડી ગઈ ! નીચે જોયું તો બીજો નરકવાસીઓ પર એજ તાંતણે તાંતણે ઉપર આવી રહ્યા હતા. હુંકાર કરીને તેણે રાહ પાડી: અરે ઓ, તમે શેના હાલી મર્યા છો ? બધા ઉતરી જાઓ, નહિતર તાંતણો તોડી નાખું છું. પાપીઓ, ઉતરો હેઠા.આ રાડના છેલ્લા શબ્દો એટલો ઘાટો કાઢીને તે બોલ્યો હતો કે એક તીવ્ર ઝટકો લાગ્યો અને તાંતણો તૂટી ગયો. અને સ્વાર્થની ચરમ પાપમયી ભાવનાનું જે પ્રકૃત પ્રતિફળ થવાનું હતુ તેજ થયું. પેલા લાખો કરોડો નરકવાસીઓની સાથે જ કાંદાતા ફરીથી રૌરવ નરકમાં જઈ પડયો.

સ્વર્ગના એ સ્ફટીક સરોસરમાંથી ભગવાન તથાગતે આ આખીયે લીલા નિહાળી, કાંદાતા પૂન: એ નરકમાં રિબાતો કણસતો દેખાતો હતો. કરૂણામય ભગવાને એક નિ:સાસો નાખ્યો અને નિ:સંગ ભાવે માંડયા આગળ ચાલવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.