Abtak Media Google News

કસ્ટમ ડયુટી વધતા ટીવી ઉપર ૨૫૦ રૂપિયા જેટલી ડયુટી વધવાની શકયતા

હાલના સમયમાં દેશની અર્થવ્યવસ્થા જે થોડી ડામાડોળ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે તેને ધ્યાને લઈ સરકારે આજથી ટેલિવિઝન પેનલની જે આયાત થતી હોય તેના પર ૫ ટકાની કસ્ટમ ડયુટી લાદી છે. આત્મનિર્ભર ભારત અભિયાનને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર દ્વારા કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીવી ઉત્પાદકોએ ઘણીખરી વખત સરકારને રજુઆત કરી છે તેમના ઉપર લગાવવામાં આવતા ટેકસની મર્યાદા ઘટાડવામાં આવે પરંતુ તેમની રજુઆતને ધ્યાને લીધા વગર સરકારે કસ્ટમ ડયુટીમાં ૫ ટકાનો વધારો કર્યો છે જેનાથી આશરે ટીવી ૨૫૦ રૂપિયા મોઘુ થઈ શકશે.

સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટીવીમાં વપરાતી પેનલની આયાત જે કરવામાં આવે છે તે દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે તો આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળતો રહેશે અને ઉધોગકારોની સ્થિતિમાં પણ ઘણોખરો સુધારો જોવા મળશે. કસ્ટમ ડયુટીમાં વધારો કરાતા ટીવીના ભાવમાં આશંકીક વધારો થવાની શકયતા પણ સેવાઈ રહી છે. સરકાર સ્થાનિક ઉધોગોમાં વધુને વધુ રોકાણ આવે તે માટે ટીવીની આયાત ઉપર ૨૦ ટકા કસ્ટમ ડયુટી વર્ષ ૨૦૧૭માં લગાવવામાં આવી હતી જેથી ઘણા પ્રકારના ટીવીનું આયાત ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અપેક્ષા સેવાઈ રહી છે કે આયાત થતા ટેલિવિઝનનાં પાર્ટમાં ૭૫૦૦ કરોડનો વધારો ચાલુ વર્ષમાં જોવા મળશે.

બીજી તરફ ટીવી ઉત્પાદન કરતા ઉધોગકારોએ તેની પેનલનાં ભાવમાં પણ આશરે ૫૦ ટકાનો વધારો કર્યો છે તો બીજી તરફ સરકારે તેજ ચીજવસ્તુની કસ્ટમ ડયુટીમાં ૫ ટકાનો વધારો કરતા ટીવીના ભાવમાં વધારો થશે તે વાત પણ સ્પષ્ટ થઈ રહી છે. હાલ ૩૨ ઈંચના ટીવીના ભાવમાં આશરે ૬૦૦ રૂપિયા જયારે ૪૨ ઈંચના ટીવી કે જેનાથી વધુની સ્ક્રીનના ટીવીના ભાવમાં ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયાનો વધારો થવાની શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.